LIVE – એકનાથ શિંદેની (શિવસેના) પ્રેસ કોન્ફરન્સ … મોદી અને શાહ જે નિર્ણય કરશે તે માન્ય

By: nationgujarat
27 Nov, 2024

એકનાથ શિંદેની પ્રેસ પછી ભાજપ કરશે પ્રેસ કોન્ફરન્સ.   તમને જણાવી દઇએ કે ભાજપને મહારાષ્ટ્રમા 132 બેઠક મળી છે તો શિવસેના શિંદેને 57 બેઠક મળી છે અને અજીત પવારને 41 બેઠકો મળી છે. નાગપુરમા ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાશે એટલે રાજકીય વાતાવરણ મુખ્યમંત્રીને લઇને ગરમ થયુ છે. આવતીકાલે ત્રણેય પક્ષના નેતા દિલ્હી ખાતે મળીને જાહેરાત થશે તેવા સંકેત મળી રહ્યા છે. હાલ જે પી નડ્ડા અને અમિત શાહ વચ્ચે એક બેઠક યોજાઇ હતી.  સૌ કોઇ એ જાણવા આતુર છે કે આ પ્રેસ કોન્ફરન્સમા સીએમ અંગે ની જાહેરાત થશે કે કેમ. તો આવો સીધા અગત્યના મુદ્દા તમને જણાવી દઇએ.

એકનાથ શિંદેની પ્રેસ અંગેના મુદ્દા

એકનાથ શિંદેની પ્રેસ મુંબઇના ઠાણે તેમના નિવાસસ્થાને કરવામાં આવી રહી છે.

પ્રેસ કોન્ફરન્સ માટે 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો પણ પ્રેસ ના સમયમાં ઘણુ મોડુ થઇ રહ્યુ છે.

મહારાષ્ટ્રના મતદારોનો આભાર માન્યો. ખૂબ સરસ વિજય અમને મળ્યો છે આ જનતાનો વિજય છે.

મહાયુતીએ કરેલા કામોને જનતાએ જોયા છે અને મતદારોએ મહાયુતી પર વિશ્વાસ બતાવ્યો છે.

ચૂંટણી સમયે હું સવારે 4 વાગ્યા સુધી કામ કરતા હતો, અને માત્ર 3 કલાક આરામ કરતો હતો

એક સામાન્ય કાર્યકર તરીકે મે કામ કર્યુ છે, હું સામાન્ય ખેડૂત પરિવારથી આવુ છું એટલે હું સારી રીતે જાણુ છું કે એક સામાન્ય માણસનુ ઘર કેવી રાતે ચાલે છે અને એટલે જ લાડલી બહેન યોજનાની જાહેરાત કરી હતી.

જે જન્મથી અમિર હોય છે તેમને ખ્યાલ જ નથી હોતો કે ગરીબ પરિવાર કેવી રીતે ઘર ચલાવે છે.

બાલા સાહેબના નીતીનીયમ પ્રમાણે જ કામ કર્યુ છે. ભાજપ 2.5 વર્ષ અમારી સાથે હતા અને અમને તમામ માર્ગદર્શન આપ્યુ હતું એટલે મોદી અને અમિત શાહનો આભાર માનુ છું.

2.5 વર્ષમા અમારી સરકારે ઐતિહાસીક નિર્ણય કર્યા છે અગાઉ કોઇ સરકાર નથી કર્યા

અમે 2.5 વર્ષમા ઇમાનદારીથી કામ કર્યુ છે, આ કામોથી મારી ઓળખ લાડલા ભાઇ તરીકે થઇ છે

હું નારાજ થવા વાળો વ્યકતી નથી હું લડત આપનારો છું. મહાયુતીને ઐતિહાસીક વિજય મળ્યો છે તેના માટે તનતોડ મહેનત કરી છે.

મને શું મળ્યુ તેના કરતા મહારાષ્ટ્રની જનતાને શું મળ્યુ તે મહત્વનું છે.

2.5 વર્ષમા લોકોનો સન્માન મળ્યુ અને લોકોને પણ લાગ્યુ કે આપણો સીએમ છે,  કેન્દ્ર સરકારે ઘણો સપોર્ટ કર્યો છે.

હું ચોખ્ખા મનનો વ્યકતી છું હું કોઇ વાત મનમા રાખતો નથી.

ભાજપ જે નિર્ણય લેશે તે અમને માન્ય છે. અમે તેમના નિર્ણય સાથે સહમત રહીશું.

 

 

 

 

 

 

 

 

 


Related Posts

Load more