ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી શાનદાર શૈલીમાં સેમિફાઇનલમાં જગ્યા બનાવી

By: nationgujarat
04 Aug, 2024

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ત્રણેય મેડલ શૂટિંગમાંથી આવ્યા છે. પેરિસ ઓલિમ્પિકના 9મા દિવસે ભારતના બે મેડલ કન્ફર્મ થવાની અપેક્ષા છે. લક્ષ્ય સેને વર્તમાન ઓલિમ્પિકમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે તેની સેમિફાઇનલ મેચ વિક્ટર એક્સેલસન સામે રમશે. બોક્સિંગમાં, ટોક્યો ઓલિમ્પિક્સ 2020 બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન ક્વાર્ટર ફાઇનલમાં ચીનની લી કિયાન સામે રમશે. ભારતને આ બંને ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે. બીજી તરફ ભારતીય હોકી ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટન સામે રમી રહી છે.

ભારતીય હોકી ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું છે. આ મેચમાં પૂર્ણ સમય સુધી સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. પરંતુ ભારતે શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવ્યું હતું.

 


Related Posts

Load more