30 વર્ષ પહેલાં હતો એ જ આજેય છું , ચિંતા ન કરતા – મંત્રી પરસોત્તમ સોલંકી

By: Nation Gujarat Team
24 Oct, 2026

‘આ સિંહ સિંહ જ હોય, 30 વર્ષ પહેલાં હતો એ જ આજેય છું’ આ શબ્દો છે ભાજપના સીનિયર નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકીના. મુંબઈની હોસ્પિટલમાં પગની એક મહિનાની સારવાર બાદ ભાવનગર પરત ફર્યાં છે. ત્યારે તેમણે 23 ઓક્ટોબરે રાત્રે પોતાના સમર્થકો અને જનતા સાથે મુલાકાત કરી હતી અને કોઈ ચિંતા કરવાની જરૂરી ન હોવાનું આશ્વાસન આપ્યું હતું.

‘મુંબઈની હોસ્પિટલમાં એક મહિનો દાખલ રહ્યો’ મંત્રી પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી મારા ડાબા પગમાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી. જેને કારણે પગની ટચલી આંગળી કાપવી પડી હતી. આ સારવાર દરમિયાન હું મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આશરે એક મહિનો દાખલ રહ્યો હતો. તમારા બધાના આશીર્વાદ અને શુભેચ્છાથી હું સહીસલામત ભાવનગર પાછો આવ્યો છું.

’30 વર્ષ પહેલાં જે પરસોત્તમ સોલંકી હતા, એ આજે પણ છે’ વધુમાં જણાવ્યું કે, આજે અહીં એકઠા થવાનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈને એમ ન લાગે કે પરસોત્તમભાઈ બીમાર છે. એટલે કોઈએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ પરસોત્તમ સોલંકીની તમને જબાન છે. અને જે કામ કરવાના છે એ કરીશ. કોઈ કહેતા હોય તો ભૂલી જજો. અને કોઈ કહે એનાથી કોઈ ફરક પડવાની નથી.

મંત્રી પરષોત્તમ સોલંકીના આ જુસ્સાદાર નિવેદનથી તેમના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રતિક્રિયાથી તેમની તબિયત અંગે ચાલતી તમામ ચર્ચા-અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ગુજરાતમાં 2027 વિધાનસભા ચૂંટણીને તો હજી વાર છે. પરંતુ, ગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા કોળી સમાજમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગતિવિધિ તેજ બની હતી. કોળી સમાજના આગેવાન અને મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસ પહેલા 5 જુલાઈ, 2026 અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આપેલું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. 2027માં પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવી મંત્રી બનાવવાની માગ કરી હતી. પ્રવીણ કોળીએ તો ત્યાં સુધી કહી દીધું કે, પાર્ટી પાસે ક્યાં ઓપ્શન છે, ટિકિટ આપવી જ પડે


Related Posts

Load more
Follow Us

Live Cricket Score