24 કલાકમાં આજવા સરોવર 208.31 ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી 12.56 ફૂટ પર પહોંચી

By: Nation Gujarat Team
24 Jul, 2026

Vadodara Rain: વડોદરા શહેર જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારે સવારે 11:50 કલાકે આજવા સરોવરની સપાટી 208.31 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ ખાતે 12.56 ફૂટ નોંધાઈ છે. જ્યારે ગઈકાલે સવારે આજવા સરોવરની સપાટી 207.85 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી 5 ફૂટ હતી. આમ, છેલ્લા 24 કલાકમાં આજવા સરોવરની સપાટીમાં 0.46 ફૂટ જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટીમાં 7.56 ફૂટનો નોંધપાત્ર વધારો થયો છે.

ગુરુવારે આખો દિવસ ભારે વરસાદ વરસ્યા બાદ શુક્રવારે સવારથી વડોદરા જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં તંત્રને રાહત થઈ છે. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સાવલીમાં 8 મી.મી., વડોદરામાં 13 મી.મી., વાઘોડિયામાં 11 મી.મી., ડભોઈમાં 7 મી.મી., પાદરામાં 7 મી.મી., કરજણમાં 2 મી.મી., સિનોરમાં 5 મી.મી. અને ડેસરમાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 290.75 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે અત્યાર સુધી સૌથી ઓછો 152 મી.મી. વરસાદ સાવલી તાલુકામાં નોંધાયો છે.


Related Posts

Load more