19 વર્ષના છોકરાને 25 વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું, દિલ્હીમાં 13 કલાકમાં સફળ સર્જરી

By: nationgujarat
10 Jan, 2025

13 hour surgery in Delhi : દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોની ટીમે 19 વર્ષના યુવાનને નવજીવન આપ્યું છે. આ ઘટનાએ 3 ડિસેમ્બર, 1967ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયેલા પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની યાદ અપાવી છે. 53 વર્ષીય લૂઈ વોશકેન્સ્કીને માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ 25 વર્ષીય મહિલાનું હૃદય લગાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં 18 દિવસ પછી લૂઈનું મોત થયું હતું. પરંતુ, આશાના કિરણ સમાન કિસ્સા બાદ વિશ્વમાં અનેક સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ, 19 વર્ષના યુવાનને હાર્ટ સંબંધિત અનેક પરેશાનીઓ હતી. તેની તકલીફો દિવસેને દિવસે વધી રહી હતી. તેને હરવા-ફરવામાં તકલીફ, શ્વાસ ચઢી જવો, પેટમાં સોજા, પલ્સમાં વધારો જેવી અનેક તકલીફો હતી. ડોક્ટરોએ તેના માટે યુવાન હાર્ટ શોધી રહ્યાં હતાં. ત્રણેક મહિનાની મહેનત બાદ તેમને સર ગંગારામ હોસ્પિટલમાં એક હાર્ટ હોવાની માહિતી મળી હતી.

ડોનર ફેમિલી તરફથી પરવાનગી મળી નહતી. પરંતુ, તેમણે 19 વર્ષના દર્દીને હોસ્પિટલ બોલાવી લીધો હતો. બીજી તરફ, સર ગંગારામ હોસ્પિટલના 25 વર્ષના દર્દીને બ્રેન હેમરેજ થયું હતું. 8 જાન્યુઆરીના રોજ દર્દીના પરિવાર તરફથી મંજૂરી મળતા  ટ્રાફિક વિભાગને આ વિશે જાણ કરીને ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.એક તરફ, આરએમએલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં 19 વર્ષના છોકરાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, ગંગારામ હોસ્પિટલથી ડોક્ટરોની ટીમ હાર્ટ લઈને નીકળી હતી. 13 કલાકની સર્જરી બાદ ૧૯ વર્ષના યુવાનના બીમાર હાર્ટને હટાવીને ૨૫ વર્ષના યુવકનું હાર્ટ લગાવવામાં આવ્યુ ંહતું


Related Posts

Load more