શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ મોટો કડાકો, રોકાણકારો ગુંચવાયા

By: Nation Gujarat Team
23 Oct, 2026

Indian Stock market News : ભારતીય શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ બજારમાં અચાનક ભારે વેચવાલી વળતા મોટો કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ શરૂઆતમાં 517 પોઇન્ટ સુધી ચઢ્યો હતો, પરંતુ તે પછી તેમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો હતો અને આજના હાઈથી બજારમાં 1023 પોઇન્ટનો મોટો કડાકો બોલાઈ ગયો હતો.

આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ તેની ઊંચી સપાટી 73,766.51 થી ગબડીને છેક 72,743.33 ની નીચલી સપાટી સુધી પહોંચી ગયો હતો. માહિતી મુજબ સેન્સેક્સનો ઓપન ભાવ 73,665.64 હતો જ્યારે તેનો જૂનો બંધ ભાવ (Prev. Close) 73,249.39 નોંધાયો હતો.

સેન્સેક્સની જેમ જ નિફ્ટીની હાલત પણ ખૂબ જ કફોડી બની હતી. બજાર ખુલતી વખતે નિફ્ટી 100 પોઇન્ટ સુધી ચઢ્યો હતો, પરંતુ વેચવાલીના દબાણને કારણે તે ઝડપથી 328 પોઈન્ટ ગબડી ગયો હતો અને 22459ની નીચલી સપાટી બનાવી હતી. નિફ્ટીનો આજનો ઓપન ભાવ 22,742.20 રહ્યો હતો, જ્યારે અગાઉનો જૂનો બંધ ભાવ 22,687.65 નોંધાયો હતો.

શરૂઆતી તેજી બાદ અચાનક બજારમાં આવેલા આ ધમાકેદાર કડાકાને કારણે રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ટ્રેડિંગ સેશનમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. બજારના અસ્થિર માહોલ વચ્ચે મોટા પાયે પ્રોફિટ બુકિંગ થવાને કારણે સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થવા તરફ આગળ વધ્યા છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score