શહેરને કલંકિત કરતી ઘટના
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કારેલીબાગ વિસ્તારમાં એક ખાણીપીણીની દુકાનની બહાર શહેરને કલંકિત કરતી ઘટના ઘટી છે. યુવતી ખાણીપીણીની દુકાન પર નાસ્તો કરીને પરત પોતાની કારમાં બેઠી. આ દરમિયાન કારની બીજી બાજુથી એક યુવાન આવીને તે પણ અંદર બેસી ગયો હતો.
અજાણ્યા યુવકે યુવતીની કારમાં બેસીને છેડતી કરી તેને ધમકાવી હતી. યુવકના ગેરવર્તણૂકથી ડરેલી યુવતી સજાગતા રાખીને કારમાંથી બહાર નીકળીને ભાગવા લાગી હતી. યુવતીને ડરેલી જોઈ લોકો યુવકને પકડવા કાર તરફ દોડ્યા હતા. જોકે, બાઈક પર આવેલા બંને યુવાનો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ સીસીટીવીમાં દેખાયા પ્રમાણે, આ ઘટના ઘટી ત્યારે રાતના 9.30 થયા હતા.
શહેરમાં આવો અન્ય બનાવ પણ બન્યો હતો
આ પહેલા પણ વડોદરામાં યુવતીની સુરક્ષાને આંચ આવ્યાની ઘટના ઘટી હતી. થોડા સમય પહેલા એક નોકરી કરતી યુવતીની 5થી 1ની શિફ્ટ પૂર્ણ થતાં રાત્રિના સમયે મહિલા છૂટી હતી. ત્યારબાદ ઘરે જવા માટે મહિલાએ રેપિડો બુક કરી હતી. મહિલાને છોડીને રેપિડો ચાલક મહેશ વાઘેલાએ પોતાનો નંબર આપીને ડાયરેક્ટ સંપર્ક કરવા કહ્યું હતું. છેલ્લા ચાર દિવસથી રેપિડો ચાલક મહિલાને ઘરેથી ઓફિસ લેવા મૂકવા જતો હતો. જેથી મહિલાને આરોપી રેપિડો ચાલક પર વિશ્વાસ બેસી ગયો હતો. એક રાત્રે મહિલા પોતાની નોકરીની શિફ્ટ પૂર્ણ કરીને રેપિડો બૂક કરી હતી. જે બાદ આરોપી રેપિડો ચાલક તેને ઘરે મૂકવા માટે જતો હતો પરંતુ તેની નિયત બગડી હતી. આરોપીએ અવાવરુ સ્થળે લઈ ગયો હતો. આરોપીએ અંધારાનો લાભ લઈને મહિલાની આબરુ લેવાની કોશિશ કરી હતી. જે બાદ મહિલાએ આરોપી રેપિડો ચાલક મહેશ વાઘેલા વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપી મહેશ વાઘેલાને ઝડપી પાડ્યો હતો.