લીંબડીથી દ્વારકા પ્રવાસે જઇ રહેલી વિદ્યાર્થીઓ ભરેલી બસને નડ્યો અકસ્માત, 9 શિક્ષક અને 2 વિદ્યાર્થીને ઇજા

By: nationgujarat
23 Feb, 2025

રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે લીંબડી-અમદાવાદ હાઇવે પર પ્રવાસે જઇ રહેલા વિદ્યાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. જેમાં 9 શિક્ષક અને 2 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. અકસ્માત સર્જાતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી-અમદાવાદ હાઇવે પર વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લીમડીથી દ્વારકા પ્રવાસે જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સને ચોરણીયા નજીક અકસ્માત નડ્યો હતો. આ બસમાં 57 જેટલા બાળકો હતા. આ અકસ્માતમાં 9 શિક્ષકો અને 2 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.


Related Posts

Load more