મહેસાણામાં યમરાજાના વેશમાં વાહનચાલકોને કરાયા ટ્રાફિક નિયમોથી જાગૃત

By: nationgujarat
08 Jan, 2025

મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં એક વ્યક્તિને યમરાજની વેશભૂષામાં સજ્જ કરીને રોડ પર ઉભો કરવામાં આવ્યો હતો અને હેલમેટ વગરના વાહનચાલકોને રોકીને ટ્રાફિક નિયમના પાલન માટે અપીલની સાથે સમજણ આપવામાં આવી હતી. તો જે વાહનચાલકો નિયમોનું પાલન કરતા જોવા મળ્યા તેમને ચોકલેટ અને ગુલાબનું ફૂલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ, વાહનચાલકો નિયમોનો આદર કરીને પાલન કરે તેવા હેતુ સાથે મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈ જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું..

નિયમોનું પાલન ન કરનારને ગદા મારવામાં આવી

મહેસાણા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આજે નેશનલ રોડ સેફટી માસ અન્વયે અનોખી રીતે રોડ સેફટી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે નકલી યમરાજને સાથે રાખી હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને જાગૃતિના ભાગરૂપે અત્યારે નકલી યમરાજ હાલમાં ખાલી ગદા મારે છે પણ હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે તો યમરાજ લઈ જશે અને પરિવાર રખડી પડશે એવી સમજણ આપવા ની અનોખી કામગીરી શરૂ કરી છે.

ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યું

રોડ સેફટી અભિયાન હેઠળ જે વાહનચાલક હેલ્મેટ સાથે આવ્યો હોય તો તેનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવે છે અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવા માં આવે છે. આમ,લોકોમાં હેલ્મેટ પહેરવા ની જાગૃતિ લાવવા મહેસાણા આરટીઓ કચેરી એ નકલી યમરાજ નો સહારો લઈ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.


Related Posts

Load more