દિલ્હીઃ અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આજે સંસદમાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળી રહ્યો છે, કારણ કે સદનમાં ‘જી રામ જી’ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભામાં ગુરુવારે ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, 2025’ પાસ થઈ ગયું છે. જોકે, આ દરમિયાન વિપક્ષી સાંસદોએ જોરદાર હોબાળો કર્યો. વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ (MGNREGA)ના પ્રાવધાનોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો.