મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં અમદાવાદમાં આતિરંક વિખવાદ શરૂ થયો છે. શિસ્તબંધ પાર્ટીના કાર્યકર્તાઓની જાણે કે નાળ તુટી રહી છે. કાર્યકર્તાઓએ એમએલએ અને પ્રભારી સામે બળાપો કાઠયો છે. ભાજપના દેવદુર્લભ કાર્યકર્તાઓ ની ધારાસભ્ય સામે ફરિયાદ છે કે જે ધારાસભ્ય માટે ચૂંટણીમાં રાત દિવસ કામ કર્યુ છે તે ધારાસભ્ય કોઇ કાર્યક્રમમાં આવતા નથી તેવા ગંભીર આક્ષેપ કર્યા છે. ભાજપના અમરાઇવાડીના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં તેમની વેદના ઠાલવી છે. ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યા કે અમરાઇવાડીમાં તો હિટલરશાહી ચાલે છે કાર્યકર્તાઓની અવગણના થાય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં જણાવ્યું કે, અમે અન્યાય સામે બોલી નથી શકતા જો બોલીએ તો સસ્પેન્ડ કરવાની ચિમકી આપવામાં આવે છે. અશોકભાઇ નામના પુર્વ કોર્પોરેટરનો આક્ષેપ છે કે, વોર્ડમાં કોઇ સમસ્યા હોય તો લોકો અમને સંભળાવે છે. અમારા કામ નથી થતા.અમારુ અપમાન થશે તો અમે નહી ચલાવી લઇએ. ટીમ બીજેપી અમરાઇવાડીના વોટસઅપ ગ્રુપની ચેટ વાઇરલ થઇ છે.