પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સામે ફરિયાદ થઈ, ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી ફરી વિવાદમાં આવ્યા

By: nationgujarat
19 Apr, 2025

Rajkot News : ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંદાઈ છે. પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સહિતનાઓ વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનમાં અગ્રેસર રહેનારા અને મહિલા શક્તિની લડાઈ લડનારા પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ થતા હડકંપ મચી ગયો છે. એક યુવતી દ્વારા વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવીને રૂપિયા માંગવાના, મકાન પચાવી પાડવાના અને ધમકી આપવાના ષડયંત્રમાં સંડોવણી અંતર્ગત પદ્મિનીબા વાળાનું નામ આવ્યું છે. આ અંગે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સામે હનીટ્રેપનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. 60 વર્ષીય વૃદ્ધની ફરિયાદ અનુસાર, એક યુવતીએ તેમના પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણીનો આક્ષેપ વૃદ્ધ દ્વારા કરવામાં આવ્યો છે.

નિવૃત્ત વૃદ્ધે ફરિયાદમાં કહ્યું કે, એક યુવતી દ્વારા તેમને પ્રેમજાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેમાં તેમનું મકાન પચાવી પાડવાનો કારચો રચાયો હતો. તેમજ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેથી તેમણે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજના આંદોલનમાં ઠેરઠેર દેખાવો કર્યા હતા અને ત્યારથી તેઓ અવાર નવાર ચર્ચામાં રહે છે. પદ્મિનીબા વાળા અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં પણ તેમના અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.


Related Posts

Load more