દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

By: Nation Gujarat Team
23 Oct, 2026

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા ગુજરાત એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારના દિવસોમાં વતન તરફ જતાં મુસાફરોને પરિવહનની સુવિધા મળી રહે તે માટે 2400 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોની સુવિધા માટે 8 હજારથી વધુ વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતથી સૌરાષ્ટ્ર માટે વિશેષ વ્યવસ્થા

એસટી નિગમ દ્વારા 4થી 7 નવેમ્બર દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ તરફ જતાં મુસાફરોને રાહત મળશે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતનાં શહેરો તરફ પણ વધારાની બસો દોડાવવામાં આવશે. દિવાળીના તહેવારમાં વતન જવા માટે મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુસાફરો એસટી નિગમની સત્તાવાર વેબસાઇટ પર એડવાન્સ તેમજ કરંટ ટિકિટ બુકિંગ કરાવી શકશે. આ ઉપરાંત મુસાફરો મુસાફરી સંબંધિત માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800233666666 પર 24 કલાક સંપર્ક કરી શકશે. એસટી નિગમના આ આયોજનથી દિવાળીના તહેવારમાં મુસાફરોની અવરજવર સરળ બનવાની આશા છે.

સુરતમાં રોજગાર માટે સ્થાયી થયેલા ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના મુસાફરો દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં વતન જતા હોય છે. આ ઉપરાંત પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકોને પણ વધારાની બસોનો લાભ મળશે. મુસાફરોને અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતનાં સ્થળોએ પહોંચાડવા માટે વધારાની બસો દોડાવવામાં આવશે.

ઓનલાઈન બુકિંગ અને 24 કલાક હેલ્પલાઈન

મુસાફરો વધારાની બસોમાં મુસાફરી માટે નિગમની વિભાગીય કચેરીઓ અને ડેપો પરથી તેમજ GSRTCની અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી એડવાન્સ તથા કરંટ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.

 


Related Posts

Load more
Follow Us

Live Cricket Score