અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વૈષ્ણોદેવી વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓએ ડોમિનોઝ પિઝા સામે દાવો દાખલ કર્યો હતો. જે મુજબ ડોમિનોઝ પિઝા એ તેમની પાસેથી બિલની રકમ કરતાં 49 રૂપિયા વધુ વસૂલ્યા હતા. તેઓએ ગત ડિસેમ્બર મહિનામાં ડોમિનોઝ પિઝાના આઉટલેટ ઉપર પીઝા અને બર્ગર માટે ઓનલાઈન ઓર્ડર બુક કરાવ્યો હતો. જેનું ઓનલાઇન બિલ 313 રૂપિયા થયું હતું.
ગ્રાહકે ડોમિનોઝના ઇમેલ એકાઉન્ટ ઉપર ઈમેલ કર્યો જો કે ડીલેવરી બોય જ્યારે ડીલેવરી આપવા આવ્યો ત્યારે તેમને અરજદાર ગ્રાહકો પાસેથી 361.57 રૂપિયાની માગ કરી હતી. આથી અરજદાર ગ્રાહકોએ ડીલેવરી બોયને 365 રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ ગ્રાહકે ડોમિનોઝના ઇમેલ એકાઉન્ટ ઉપર ઈમેલ કર્યો હતો. જેમાં સામેથી તેમને 24 કલાકમાં તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. પરંતુ કોઈ જવાબ નહીં મળતા ગ્રાહકે ફરી કંપનીને ઇમેઇલ કર્યો હતો.
ગ્રાહકે બિલની કોપી, ઓર્ડરના સ્ક્રીનશોટ વગેરે કોર્ટ સમક્ષ રજૂ કર્યા 18 દિવસ વિત્યા હોવા છતાં ગ્રાહકના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નહોતું. જ્યારે ડોમિનોઝે ગ્રાહકને જણાવ્યું હતું કે, પૈસા બિલ મુજબ જ લેવામાં આવ્યા છે. ઓનલાઇન બિલ જનરેટ થાય તેના કરતાં વધુ રકમ વેન્ડર્સ વસૂલી શકતા નથી. ગ્રાહકે બિલની કોપી, ઓર્ડરના સ્ક્રીનશોટ, ચૂકવેલી રકમનો ઓનલાઈન સ્ક્રીનશોટ વગેરે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને નોંધ્યું હતું કે ગ્રાહકને ખામીયુક્ત સેવા મળી છે.
અરજદારને 3 હજાર અને 49 રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કંપનીએ એક્સ્ટ્રા ચાર્જ વસૂલ્યો છે અને રિફંડ પણ આપ્યું નથી. આ ગ્રાહકના અધિકાર ઉપર તરફ સમાન છે. આ એક ગેર વાજબી પ્રથા છે. જેમાં ગ્રાહકને માનસિક યાતનાના 2 હાજર રૂપિયા અને કોર્ટ કેસના 1 હજાર રૂપિયા તેમજ એક્સ્ટ્રા ચૂકવેલા 49 રૂપિયાના 9 ટકા વાર્ષિક વ્યાજ સાથેની રકમ 30 દિવસમાં ડોમિનોઝે ગ્રાહકને ચૂકવી આપવા કમિશને હુકમ કર્યો હતો.