ગોંડલ તા.6
પોતાની તાસીર મુજબ છાસવારે ’ગરમ’ રહેતા ગોંડલ માં રીબડાનાં યુવાન ના આપઘાત નાં મામલે ફરી ગરમાવો લાવી દિધોછે.આ કિસ્સામાં અનિરુદ્ધસિંહ સામે પોલીસ ફરિયાદ થતા છેલ્લા કેટલાક સમય થી એકબીજાને ભરી પીવા તત્પર રહેતા રીબડા જુથ અને જયરાજસિંહ ફરી એકવાર આમને સામને આવ્યાછે.આપઘાત કરનાર યુવાન જયરાજસિંહ જાડેજાનાં સમર્થક હોય બનાવ નાં પગલે જયરાજસિંહ રીબડા દોડી ગયા હોય માહોલ ગરમાયોછે.
બીજી બાજુ આપઘાત કરનાર અમિત ઉર્ફે રાજેશ દામજીભાઈ ખુંટ (ઉ.વ.36)ને આપઘાત કરવા મજબુર કરવા અંગે અમીત નાં મોટાભાઇ દ્વારા અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિત રાજકોટની બે યુવતીઓ પર સગીરા અને એક યુવતી ગોંડલ તાલુકા પોલીસ માં ફરિયાદ કર્યા બાદ રાજકોટ ફોરેન્સિક પીએમ સમયે અમીત ખુંટ નાં પરીવાર દ્વારા જ્યાં સુધી અનિરુદ્ધસિંહ સહિત આરોપીઓ જડપાઇ નાં જાય ત્યાં સુધી અમિત નાં મૃતદેહ ને નહી સ્વિકારવા ની જીદ પકડતા મડાગાંઠ સરજાઈ હતી.પોલીસ અધિકારીઓ એ પરિવાર ને સમજાવવા કોશીશ
કરી પણ પોતાની માંગ મુદે પરિવાર અડગ રહેતા ગત મોડી સાંજે મૃતદેહ ફ્રીઝકોલ્ડ રુમમાં રખાયોછે. ગત વહેલી સવારે રીબડાનાં અમિત ખુંટ દામજીભાઇ (ઉ.32) એ લોધીકા રોડ પર આવેલી પોતાની વાડીની બાજુમાં વોંકળા માં આવેલા ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા સનસનાટી મચી જવા પામી હતી.
આપઘાત કરનાર અમિત ખુંટ સામે ગત શનિવારે રાજકોટ ’એ ડીવીઝન પોલીસ માં સગીરા પર દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ થઈ હોય પોલીસ અમીત ને શોધી રહી હતી. ફરિયાદ નાં બીજા જ દિવસે અમીતે ઝાડની ડાળીએ લટકી જીંદગી ટુંકાવી હતી.
બનાવ અંગે અમિત નાં મોટાભાઇ મનીષભાઈ ને જાણ થતા વાડીએ દોડી જઇ પોલીસ ને જાણ કરાતા તાલુકા પોલીસ નાં ઈન્ચાર્જ પીઆઇ.એ.સી.ડામોર સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.બાદમાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ મૃતક અમીત નાં પરીવારે ફોરેન્સિક પીએમ ની માંગ કરતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.
મૃતક અમીત નાં ખિસ્સા માંથી ચાર પાનાની સ્યુસાઇડનોટ મળી આવી હતી.જેમાં ખોટી રીતે દુષ્કર્મ નાં કેસમાં ફસાવી બદનામ કરી મરવા મજબુર કરવા અંગે રીબડા નાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહ ઉપરાંત રાજકોટ ની રીધ્ધી પટેલ અને પુજા ગોર નાં નામ નો ઉલ્લેખ કર્યો છે.
દરમિયાન અમીત નાં મોટાભાઇ મનીષભાઈ દામજીભાઇ ખુંટે તાલુકા પોલીસ માં પોતાનાં નાનાભાઇ અમિત ને મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ તેના પુત્ર રાજદિપસિંહ, રિધ્ધી પટેલ, પુજા ગોર તથા તપાસ માં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે ઇક્ષત કલમ 108, 61(2) 54 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.
ફરિયાદી મનીષભાઈ એ ફરિયાદ માં જણાવ્યું કે ગત વિધાનસભાની ચુંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વિખવાદ થયેલો હોય તે બાબતે અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહે અમિત ઉપર હુમલો કર્યો હતો.જે અંગે અમીતે બન્ને સામે તાલુકા પોલીસ માં ફરિયાદ કરી હતી.વધુમાં અનિરુદ્ધસિંહ ને પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસ માં સજા માફી થયેલી હોય જેથી સજા માફી રદ કરવા અમીતે ગૃહવિભાગ માં અરજી કરી હતી.
જેથી તે વાત નો ખાર રાખી અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહે મળીને પૈસા આપીને રીધ્ધી પટેલ, મીડીયા માં બોલેછે તે પુજા ગોરે અમીત ને ફસાવવા અગાઉ થી કાવત્રુ કરી હનીટ્રેપ માં ફસાવી બળાત્કાર નો ખોટો કેસ કરાવી માનસિક ત્રાસ આપી બદનામ કરી મરી જવા મજબુર કરતા અમીતે વાડીએ જઇ પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ છે.
અમિત ખુંટ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં ટેકેદાર હતા.રીબડામાં ગત વિધાનસભાની ચુંટણીમાં ગીતાબા જાડેજાનાં સમર્થન માં તેમણે કામ કર્યુ હતુ.
અમીતે વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ થતા જયરાજસિંહ જાડેજા રીબડા દોડી ગયા હતા.
અમીત નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લવાયો ત્યારે ગણેશ જાડેજા અને તેના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.રાજકોટ ફોરે્સિક પીએમ માટે મૃતદેહ લઇ જવાયો ત્યારે ગણેશ જાડેજા પણ રાજકોટ પંહોચ્યા હતા.પોલીસે આરોપીઓને ઝડપી તજવીજ કરી છે.