ગુજરાત સરકારના 5મા પગાર પંચ હેઠળના પેન્શનરોને લોટરી: DAમાં જંગી વધારો, એરિયર્સ પણ ચૂકવાશે

By: Nation Gujarat Team
24 Oct, 2026

Gujarat Pensioners DA Hike: ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા રાજ્યના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5મા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં (DA) માં મજબૂત વધારો કરવામાં આવ્યો છે.

443% ના દરે મોંઘવારી ભથ્થું મળશે

નાણાં વિભાગના નવા ઠરાવ અનુસાર, 5મા પગાર પંચ હેઠળ પેન્શન અને ફેમિલી પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓના ટેમ્પરરી ઇન્ક્રીઝ(TI) એટલે કે DA દર 1 જાન્યુઆરી 2024 થી વધારીને 443% કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ આ દર 381% હતો, જેમાં તબક્કાવાર વધારો કરીને હવે 443% સુધી મંજૂરી આપવામાં આવી છે.

3 વર્ષના એરિયર્સની પણ થશે ચૂકવણી

આ ઠરાવમાં 1 જુલાઈ 2021 થી ચૂકવવાપાત્ર તફાવતની રકમ (Arrears)નું વિગતવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, જુલાઈ 2021 થી જૂન 2024 સુધીના સમયગાળા માટે તબક્કાવાર 56% થી લઈને 131% સુધીનો તફાવત (એરિયર્સ) પેન્શનર્સને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના હજારો પરિવારજનોના બેંક એકાઉન્ટમાં મોટી રકમ જમા થશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score