ગુજરાતમા ભાજપ જનતા સાથે અન્યાય કરે છે ? બીજા રાજ્યોમા જે સુવિઘા તે ગુજરાતમાં કેમ નહી ?

By: nationgujarat
21 Jan, 2025

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત 30 વર્ષથી વધુ સમય સુધી સત્તામાં છે અને વિકાસના એવા દાવા કરવામાં આવે છે કે આખા ભારતમાં જાણે વિકાસતો ગુજરાતમાં જ થયો હોય. ગુજરાતમાં હજી પણ ખૂડતોને ખાતર નથી મળતુ,ગુજરાતમાં હજુ વિદ્યાર્થીઓને ભણવાની સુવિઘા નથી, ટ્રાફિકની કોઇ સુવિઘા નહી, કાયદા વ્યવસ્થાનું તો ગુજરાતમાં હવે ચિર હરણ થાય છે. નકલી વસ્તુઓની બાપા ઓહહહહો વાત જ ન કરો ગુજરાતની જનતા મારા મુબજ અસલી વસ્તુ જેવુ કઇ હોય તે વિચાર કરતી થઇ ગઇ હશે. હજી પણ વરસાદ આવે મેગાસીટ કહો કે હેરીટેજ સીટી કહો  બોલો આવા સિટિમાં વરસાદના પાણી એવા ભરાઇ કે લોકોના ઘરમા પાણી ધુસી જાઇ અને ઘર વખરી ને નુકશાન થાય, પણ ખેર આવી અનેક સમસ્યાઓ છે જેનુ લીસ્ટ એટલુ લાંબુ છે…

ખેર આજે સવાલ એ થાય છે કે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને દિલ્હીમાં ભાજપ સરકાર જે ફ્રીમાં રેવડીઓ ગણો કે લ્હાણી ગણો જે ગણો એ પણ ગુજરાતમાં આ લાભ કેમ નથી અપતી દાદાની આ સરકાર. દિલ્હીમાં ભાજપ વૃદ્ધોને 2500 રૂપિયા મહિને પેન્શન, આમ આદમી પાર્ટીની 200 યુનિટ વિજળફ્રીની યોજના ચાલુ રાખશે તેવુ વચન આપ્યુ ગેસ સિલિન્ડર હોળી-દિવાળીના તહેવારમાં એક સિલિન્ડર ફ્રી ,ગરિબોને 500 રૂપિયા સબસીડી,આમ ભાજપ મતદારોને બધુ આપવાની જાહેરાત કરી છે આવી જ સ્થિતિ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમા પણ તમે જોઇ અને ત્યા ભાજપ સરકાર આપે પણ છે. ભાજપ બીજા રાજયમા જેટલી સુવિઘા આપે છે એટલી ગુજરાતમાં પણ આપવી જોઇએ અને કેમ ન આપી શકે  અને જનતાએ માંગવી પણ જોઇએ.

ગુજરાતનુ દુર્ભાગ્ય સમજવું જોઇએ ?

આમ તો જ્યા એક જ પક્ષની સરકાર સતત ચૂંટાઇને આવે તે રાજયમાં વિકાસના કામો સારા થાય તેવી આપણી માનસિકતા હોય છે પણ આજે ગુજરાતની જનતા જ્યારે અન્ય રાજ્યોની સરખામણી કરે ત્યારે તેમને ખબર પડે કે આપણે તો ગાલે લાફો મારી મો હસતુ રાખવા જેવી બાબત છે.  સુવિધા કેમ નથી મળતી, રાજકીય પક્ષો અન્ય રાજ્યોમાં જે વચનો આપે છે તે ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે કેમ નથી મળતા અને એ જરૂરી પણ નથી કે ચૂંટણી હોય તો જ રાજકીય પક્ષ જનતાને વચન આપે એ સિવાય પણ સારા કામ કરી જ શકે તેમ મારુ માનવું છે.

મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી પહેલાા લાડકીબહેન યોજનામાં 2100 રૂપિયા આપવાનું વચન હતું , વિદ્યાર્થીઓ તેમજ આશાવર્કર બહેનોને સ્ટાઇપેન્ડ નું વચન અને ખેડૂતોને દેવુ માફ કરવાનું વચન આપ્યુ હતું હરિયાણામાં પણ લાડો લક્ષ્મા યોજના હેઠળ મહિલાઓને 2100 રૂપિયા મળે છે ગરિબ મહિલાઓને 500 રૂપિયામાં સિલિન્ડર યુવાનો કે જેઓ બેરોજગાર છે તેમને ભથ્થુ મળે છે. અને ગુજરાતમાં ગરીબ દિકરીઓને સરસ્વતી યોજના હેઠળ સાઇકલ પણ મળતી નથી. સાઇકલો સડી ગઇ છે. આવુ તો ઘણુ બધુ છે આના આધારે હવે તમને પણ લાગતુ હશે કુ ભાજપ ગુજરાતને અન્યાય કરે છે. ડબલ એન્જિનની ફકત વાતો જ કરવામાં આવે છે તેવુ ચિત્ર આ હકીકત પરથી સ્પષ્ટ જણાય છે. આમા એમ પણ છે કે ભાજપના નેતાઓ જાણે છે કે ગુજરાતમા ભાજપ સિવાય કોઇ છુટકો નથી અને જનતા અમને મત આપવાની છે એમ તેઓ માને છે તેનાથી કોઇ કામ નથી થતા તે પણ વિચારવા જેવી બાબત છે.

સવાલ બીજો એ પણ છે કે શું દેશમાં 30 વર્ષથી ભાજપની સત્તા છે તો હજી પણ મોંઘવારીથી લઇ જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે તકલીફ તો છે એમા કશું ખોટુ હોય તો કમેન્ટ કરજો. 30 વર્ષથી સત્તા ભાજપ ભોગવે છે તો જનતા ને અપેક્ષા હોય તે જરૂરી છે અને હોવી પણ જોઇએ. અમે એમ નથી કહેતા કે ભાજપ ગુજરાતમા પણ મફત આપે પણ કેવાનો તાત્પર એટલો છે કે 30 વર્ષી ભાજપ સત્તામા હોવા છતા ઘણી બધી સમસ્યાઓ છે તે હકીકત છે.


Related Posts

Load more