સોનાના ભાવમાં 5,494 રૂપિયાનો ઉછાળો
સોમવારે (બીજી ફેબ્રુઆરી) 10 ગ્રામ સોનાનો ભાવ MCX પર 1,43,991 રૂપિયા પર બંધ થયો હતો. આજે તેમાં 5,494 રૂપિયાનો ઉછાળો નોંધાતા માર્કેટની શરૂઆતમાં સોનાની કિંમત 1,49,485 રૂપિયા પહોંચી હતી. જોકે હાલમાં જ 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 1,93,096 રૂપિયા થઈ ગઈ હતી.
ભારતીય બજારમાં ઉછાળો
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) ખુલતા જ સેન્સેક્સ 2,546 પોઈન્ટથી વધુ વધ્યો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ 724 પોઈન્ટ ઉછળ્યો.