કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ

By: nationgujarat
25 Nov, 2024

નવી દિલ્હીઃ ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA Hike)3 ટકાનો વધારો કર્યો હતો. તો કેન્દ્રીય કર્મચારીઓ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરી શકે છે. હકીકતમાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સરકાર આઠમાં પગાર પંચ (8th pay commission)માં ફિટમેન્ટ ફેક્ટર 2.86 ને મંજૂરી આપે છે તો કર્મચારીઓના બેસિક પગારમાં 186 ટકાનો વધારો થઈ શકે ચે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને સાતમાં પગાર પંચ હેઠળ 18000 રૂપિયા બેફિટમેન્ટ ફેક્ટરથી પેન્શનર્સને પણ થશે ફાયદો
નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)ના સચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે સરકાર 2.86 નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે. આ સાતમાં પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.57થી થોડું વધારે હશે. જો આ નક્કી થાય તો કર્મચારીઓના પગારમાં જોરદાર વધારો થશે અને તેનું પેન્શન પણ 186 ટકા વધી શકે છે. વર્તમાનમાં પેન્શન 9000 રૂપિયા દર મહિને છે, જે વધી 25740 રૂપિયા થઈ શકે છે.

2025-26માં બજેટની જાહેરાત થઈ શકે છે
તમને જણાવી દઈએ કે 7મું પગાર પંચ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું અને તે સામાન્ય રીતે દર દસ વર્ષે અપડેટ કરવામાં આવે છે, જે 2026માં પૂર્ણ થઈ રહ્યું છે. જો કે 8માં પગાર પંચની રચનાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જાહેરાત આગામી બજેટ 2025-26માં કરવામાં આવી શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, સરકાર આ અંગે ડિસેમ્બર 2024 સુધીમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરીની બેઠકમાં નિર્ણય લઈ શકે છે.

2014માં સાતમાં પગાર પંચની થઈ હતી રચના
મહત્વનું છે કે સાતમાં પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં થઈ હતી અને તે હેઠળ કર્મચારીઓનો પગાર 1 જાન્યુઆરી 2016થી લાગૂ થયો હતો. આ પંચે કર્મચારીઓની બેસિક સેલેરી 7000 રૂપિયાથી વધારી 18000 રૂપિયા કરી દીધી હતી અને અન્ય લાભ પણ મળ્યા હતા.


Related Posts

Load more