કાર ચાલકે 2 હોમગાર્ડ સહિત 5 લોકોને લીધા અડફેટે
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ફુલ સ્પીડમાં આવેલા કારચાલકે 5 લોકોને અડફેટે લીધા છે, જેમાં 2 હોમગાર્ડ ત્યાં ફરજ બજાવતા હતા તેમને પણ અડફેટે લીધા છે, તો અકસ્માત કરીને ભાગવા જતાં કાર ચાલકે 3 શ્રમિકોને પણ અડફેટે લીધા છે, શ્રમિકોને અડફેટે લીધા બાદ કાર રોડની સાઇડ પર રહેલા પોલ સાથે અથડાઈ હતી.સિંધુભવન પર અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અને મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં 2 શખ્સોની સરખેજ પોલીસે અટકાયત પણ કરી છે અને કાર ચાલક કોણ છે તેની માહિતી હાલમાં સામે આવી નથી, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.