હીરાસર એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

By: nationgujarat
27 Jul, 2023

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું પ્લેન લેન્ડ થયું હતું. બાદમા વડાપ્રધાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હીરાસર એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. હીરાસર એરપોર્ટના પરિસરનું નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં હીરાસર એરપોર્ટનું નરેન્દ્ર મોદીએ રિબીન કાપી લોકાર્પણ કર્યું હતું.

આ મુલાકાતને લઈ રંગીલા રાજકોટિયનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અસહ્ય બફારામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમી હતી. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનાં આગમનના ઉત્સાહમાં ગરમી પણ લાગતી નથી

Related Posts

Load more