હરિયાણા- વ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામા બાદ તણાવ વધ્યો

By: nationgujarat
01 Aug, 2023

હરિયાણાના નૂહમાં વિશ્વ હિંદુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામા બાદ તણાવ પ્રવર્તે છે. નૂહમાં બે દિવસ માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર વિસ્તારમાં અર્ધલશ્કરી દળની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. રેવાડી, ગુડગાંવ, પલવલ, ફરીદાબાદ સહિત 6 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ બંધ છે. હિંસામાં 5નાં મોત થયાં છે. રાજસ્થાનના ભરતપુરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંના 4 વિસ્તારોમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ તરફ રાજસ્થાનના ભરતપુરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંના 4 વિસ્તારોમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હરિયાણાના નૂહ, ફરીદાબાદ અને પલવલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરો મંગળવારે એટલે કે 1 ઓગસ્ટે બંધ રહેશે. નૂહમાં બોર્ડની 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

આ પરીક્ષાઓ 1 અને 2 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. DC પ્રશાંત પવારે શાંતિ જાળવવા માટે આજે સવારે 11 વાગ્યે ફરી સર્વ સમાજની બેઠક બોલાવી છે.

સોમવારે નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા પર એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. આથી હિંસા ભડકી ઊઠી હતી. બંને તરફથી પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. જેમાં ગુડગાંવના હોમગાર્ડ નીરજ અને ગુરસેવક શહીદ થયા હતા. 50થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય ઘાયલ થયા છે.

આ રીતે ફાટી નીકળી હિંસાઃ યાત્રા શરૂ થતાં જ પથ્થરમારો, હિંસા અને તોડફોડ
વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ વ્રજ મંડળ યાત્રા કાઢવાનો હિંદુ સંગઠનોનો કાર્યક્રમ હતો. નલ્હાર, નૂહ સ્થિત નલ્હારેશ્વર મંદિરમાં જળાભિષેક કર્યા પછી, બડકલી ચોકથી થઈને ફિરોઝપુર-ઝિરકાના પાંડવ કાળના શિવ મંદિર અને પુનહાના સિંગરના રાધાકૃષ્ણ મંદિર સુધી જવાનું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે યાત્રા બપોરે 1 વાગ્યે બડકલી ચોક પર પહોંચી ત્યારે ખાસ સમુદાયના લોકોએ સૂત્રોચ્ચાર કરતા પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના કારણે યાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. બદમાશોએ વાહનોને આગ ચાંપી દીધી હતી.

પોલીસ સામે રોડ પરથી પસાર થતાં વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને મદદ માગતા જોવા મળ્યા હતા. આ યાત્રા દર વર્ષે થાય છે. આ પ્રકારની હિંસા પહેલીવાર થઈ છે


Related Posts

Load more