સૌરવ ગાંગુલીના મતે કઇ ટીમ જીતશે વર્લ્ડ કપ , દાદાની ભવિષ્યવાણી

By: nationgujarat
20 Aug, 2023

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આગામી વર્લ્ડ કપ 2023ને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે તે 5 ટીમોના નામ આપ્યા છે જે આ ICC ટાઈટલ પર કબજો કરવા માટે પ્રબળ દાવેદાર છે. ગાંગુલીએ આ ટીમોમાં યજમાન ભારત, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનને સ્થાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ મેચથી થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કરશે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે.

ક્રિકેટ પંડિતો વર્લ્ડ કપ 2023ની ટોપ-4 ટીમોને લઈને પોત-પોતાની આગાહીઓ કરી રહ્યા છે, પરંતુ ગાંગુલીએ ચાર નહીં પરંતુ 5 ટીમોને વર્લ્ડ કપ જીતવા માટે દાવેદાર જાહેર કરી છે. જોકે, આ 5 ટીમોમાં દક્ષિણ આફ્રિકા જેવી દિગ્ગજ ટીમનું નામ નથી.

એક ઈવેન્ટમાં પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, ‘મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા આ ટોપ-5 ટીમોમાં સૌથી આગળ હશે. આ દરમિયાન ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન પર પણ નજર રહેશે. તમે ન્યુઝીલેન્ડને અવગણી શકો નહીં. પરંતુ જો તમે મને અત્યારે મારા શ્રેષ્ઠ 5 વિશે પૂછો તો તે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ભારત અને પાકિસ્તાન છે.

ગાંગુલીએ કહ્યું, ‘કોણે કહ્યું કે અમારી પાસે ચોથા નંબર માટે વિકલ્પ નથી. અમારી પાસે ઘણા બેટ્સમેન છે જે ક્રમમાં નીચે રમી શકે છે. હું અલગ રીતે વિચારું છું, હું અલગ રીતે જોઉં છું. આ એક મહાન ટીમ છે. તિલક વર્મા પણ એક વિકલ્પ છે કારણ કે તે ડાબોડી બેટ્સમેન છે.


Related Posts