સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ સુરતીનું હ્રદય દ્રવી ઉઠ્યુંઃ અમરેલીના શહીદ જવાનને કરી 21 લાખની મદદ

By: nationgujarat
08 Oct, 2025

Surat News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના વીર જવાન મેહુલ ભુવાના પરિવારને સુરતના વિજય ભરવાડ નામના વ્યક્તિ દ્વારા માનવતાની અનોખી મદદ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે જવાન મેહુલ કાશ્મીરમાં ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન દેશની રક્ષા કાજે શહીદ થયા હતા.

રાષ્ટ્રને સમર્પિત આ વીર જવાનના 20 સપ્ટેમ્બરે તેમના વતન ધામેલમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કરુણ દ્રશ્યો, ખાસ કરીને શહીદના નાના દીકરા અને પત્નીને રડતા જોઈને સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.શહીદના પરિવારની આ વ્યથા જોઈને વિજયભાઈ ભરવાડે તાત્કાલિક નિર્ણય લીધો અને કારનો કાફલો લઈને તેઓ સુરતથી ધામેલ ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે શહીદના પરિજનોને આર્થિક ટેકો આપવા માટે થાળીમાં 21 લાખ રોકડા ભરીને મદદ કરી હતી.શહીદના પરિવારની આ વ્યથા જોઈને વિજયભાઈ ભરવાડે તાત્કાલિક નિર્ણય લીધો અને કારનો કાફલો લઈને તેઓ સુરતથી ધામેલ ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે શહીદના પરિજનોને આર્થિક ટેકો આપવા માટે થાળીમાં 21 લાખ રોકડા ભરીને મદદ કરી હતી.

મદદ માટે જ્યારે વિજયભાઈ શહીદના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાંનું વાતાવરણ કેવું હતું તે જણાવતા તેમણે કહ્યું, ‘જ્યારે અમે શહીદના ઘરે પહોંચ્યા ત્યારે એક ખૂબ જ ભાવુક માહોલ સર્જાયો હતો. હાજર સૌ કોઈની આંખમાં આંસુ હતા. આખા ગામના લોકો ભાવુક થઈને રડી પડ્યા હતા.’


Related Posts

Load more