સેમિફાઇનલ પહેલાં પિચ બદલવાનો BCCI પર આરોપ ICCએ માંગ્યો જવાબ

By: nationgujarat
15 Nov, 2023

ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચના થોડા કલાકો પહેલાં જ વાનખેડે સ્ટેડિયમની પિચ બદલવાની વાત ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે પિચને સેમિફાઇનલ મેચ માટે પહેલા પસંદ કરવામાં આવી હતી, હવે મેચ એના બદલે બીજી પિચ પર યોજાશે. મેચ બપોરે 2:00 વાગ્યાથી રમાશે.

સેમિફાઇનલ મેચ વાનખેડે સ્ટેડિયમની સાત નંબરની પિચ પર રમાવાની હતી. રિપોર્ટ અનુસાર, હવે એ પિચ નંબર છ પર હશે. સાતમા નંબરની પિચ તાજી હતી અને એ ઝડપી બોલરોને મદદ કરશે એવી અપેક્ષા હતી. એ જ સમયે આ ટૂર્નામેન્ટની બે મેચ છ નંબરની પિચ પર રમાઈ છે, તેથી એ સ્પિનરો માટે મદદરૂપ થઈ શકે છે.

BCCI પર ટીમ ઈન્ડિયાની તરફેણ કરવાનો આરોપ
બીસીસીઆઈ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે ભારતીય ટીમને ફાયદો પહોંચાડવા માટે આવું કર્યું છે. જ્યારે ભાસ્કરે આઈસીસીને આ બાબતે પૂછ્યું તો એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું- અમે બીસીસીઆઈ પાસેથી જવાબ માગ્યો છે. જવાબ આવ્યા બાદ જ ICC કોઈ કાર્યવાહી કરશે. બીજી તરફ, જ્યારે ભાસ્કરે બીસીસીઆઈના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો.

BCCI પર ટીમ ઈન્ડિયાની તરફેણ કરવાનો આરોપ
બીસીસીઆઈ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે ભારતીય ટીમને ફાયદો પહોંચાડવા માટે આવું કર્યું છે. જ્યારે ભાસ્કરે આઈસીસીને આ બાબતે પૂછ્યું તો એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું- અમે બીસીસીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે. જવાબ આવ્યા બાદ જ ICC કોઈ કાર્યવાહી કરશે.

BCCIએ આરોપને નકારી કાઢ્યો, કહ્યું- ICCની ઈચ્છા મુજબ પિચ પસંદ કરવામાં આવી હતી
બીસીસીઆઈએ આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. બોર્ડના એક અધિકારીએ ભાસ્કરને જણાવ્યું – વર્લ્ડ કપની દરેક મેચની પિચ ICC સલાહકારની હાજરીમાં નક્કી કરવામાં આવે છે. તેમની સૂચના અનુસાર, તે નક્કી કરવામાં આવે છે કે ક્યા ગ્રાઉન્ડ પર કેટલી પીચનો ઉપયોગ કરવામાં આવશે. ICC એ પણ નક્કી કરે છે કે પિચ પર કેટલું ઘાસ છોડવામાં આવશે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશને કહ્યું- ભારતીય ટીમે ધીમી પિચની માંગ કરી હતી
બીજી તરફ મુંબઈ ક્રિકેટ એસોસિએશને સ્વીકાર્યું છે કે તેમને ભારતીય ટીમની પસંદગી અંગે જાણ કરવામાં આવી હતી. MCAના અધિકારીએ કહ્યું- અમને સંદેશ મળ્યો હતો કે ભારતીય ટીમ આ મેચમાં ધીમી પિચ ઈચ્છે છે. તેથી ઘાસ દૂર કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે પીચ ધીમી હશે પરંતુ એવું નથી કે સ્પિનરોને અહીં વધારે મદદ મળશે.


Related Posts

Load more