સુરત- રાષ્ટ્રધ્વજ માટે દેશનો સૌથી મોટો ઓર્ડર

By: nationgujarat
29 Jul, 2023

15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની આ વર્ષે પણ સમગ્ર દેશ ઉત્સાવેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરશે તેવું અત્યારથી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવી લોકોને ઘરે ઘરે તિરંગા લહેરાવા આહવાન કર્યું હતું. જેને લઇ સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા અને સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતના મોટા વેપારીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.

સ્વતંત્ર પર્વની ઉત્સાભેર થશે ઉજવણી
દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં ગત 75 કા આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો ભાગ બનવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. જેમાં લોકોને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા ઘરે ઘરે તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવા આહવાન કર્યું હતું. જેને લઇ સમગ્ર દેશ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વને લઈ તિરંગાથી રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. ત્યારે આ વર્ષે પણ લોકોમાં તેટલા જ ઉત્સાહમાં રાષ્ટ્રભક્તિનો પ્રેમ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે પણ લોકો ઘરે-ઘરે તિરંગાઓ લહેરાવશે. તેઓ સુરતના કાપડ વેપારીને તિરંગાના મળી રહેલા ઓર્ડર પરથી લાગી રહ્યું છે અને આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ સ્વાતંત્ર પર્વની લોકો ઉત્સાવે ઉજવણી કરશે.

15 ઓગસ્ટ આવવા માટે માત્ર 18 દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાત દિવસ મહેનત કરીને આ કંપની 50 લાખ તિરંગાનો ઓર્ડર પુરા કરવામાં જોડાઈ ગઈ છે. 10 ઓગસ્ટ પહેલા 50 લાખ તિરંગા બનાવીને તે વેપારીને પહોંચતા કરશે અને ત્યારબાદ આ તિરંગા દેશના જુદા જુદા રાજ્યના શહેરોમાં લોકોના ઘરોમાં ફરી એક વખત સુરતના તિરંગાઓ આ વર્ષે પણ લહેરાશે.


Related Posts

Load more