સુરતના સચિન GIDC વિસ્તારમાં લિફ્ટ તૂટી પડતા 2 લોકોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

By: nationgujarat
29 Aug, 2023

Surat : સુરતમાં સચિન GIDC વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. લિફ્ટમાં માલસામાન ચઢાવતી વખતે જ લિફ્ટ તૂટી (elevator broke down) જતા 2 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (injured) થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. તો એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર છે.સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ છે, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં લીફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. લિફ્ટમાં માલ સમાન ચઢાવતી વખતે લિફ્ટ તૂટી પડતા ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મધુનંદનમાં લિફ્ટમાં માલ સમાન ચડાવતી વખતે લિફ્ટ તૂટી પડી હતી, આ દુર્ઘટનામાં ૩ લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટનામાં બે લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા છે, જયારે એક યુવક હાલ સારવાર હેઠળ છે, બનાવની જાણ થતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોચ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.


Related Posts

Load more