સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા

By: nationgujarat
13 Jul, 2023

મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણકૌભાંડ કેસમાં આજે મહેસાણા કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં લાંબા સમયગાળા બાદ આજે કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે, જેમાં 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે, એમાંથી 3નાં મૃત્યુ થયાં છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણકૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ થઈ હતી અને આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરાઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે, જેમાંથી 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 19 પૈકી 4 આરોપીને શંકાનો લાભ મળતાં તેમને અપીલ પિરિયડ સુધીમાં 50 હજારના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે.

આ આરોપીઓને કોર્ટે સજા ફટકારી

 • વિપુલ માનસિંહભાઈ ચૌધરી (તત્કાલીન ચેરમેન)
 • જલાબેન (પૂર્વ વાઇસ-ચેરમેન)
 • નિશિથ બક્ષી (પૂર્વ એમ.ડી.)
 • પ્રથમેશ રમેશભાઈ પટેલ ( પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર)
 • રશ્મિકાંત મોદી (પૂર્વ એકાઉન્ટ હેડ)
 • ચંદ્રિકાબેન
 • રબારી ઝેબરબેન
 • જોઈતા ચૌધરી
 • જયંતી ગિરધરભાઈ પટેલ
 • કરશન રબારી
 • જેઠાજી ઠાકોર
 • વીરેન્દ્રસિંહ ઠાકોર
 • ઈશ્વર પટેલ
 • ભગવાન ચૌધરી
 • દિનેશ દલજીભાઈ ચૌધરી

શું કરે છે સરકારી વકીલ?
સરકારી વકીલ વિજય બારોટે જાણાવ્યું હતું કે આ સંબંધે 2014માં ગુનો દાખલ થયો હતો, જેમાં સાગરદાણ અને ટ્રાન્સપોર્ટ સહિત કુલ 22.50 કરોડનું મૂલ્ય હતું. દૂધ સાગર ડેરીમાં તાત્કાલીન ચેરમેન અને ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરી દ્વારા પોતાને એમ.ડી.ડી.બીના ચેરમેન બનવાનું હોવાથી શરદ પવાર સાથે મુલાકાત કરીને સાગરદાણ મોકલવાનું કેમેન્ટમ કર્યું એ પ્રમાણે તેઓ સાગરદાણ મહારાષ્ટ્રને મોકલ્યું હોવાની વિગતો આ કેસમાં આવી હતી. પાછળથી વિપુલ ચૌધરી દૂધસાગર ડેરી દ્વારા મહાનંદા ડેરીને એડવોકેટ મારફત નોટિસ આપીને સાગરદાણના પૈસા એટલે કે જેકાંઈ માલ મોકલાવ્યો એના પૈસાની માગણી કરેલી, એટલે એક બાજુ સખાવત કરવાની વાત કરી હતી અને એક બાજુ એડવોકેટ મારફત નોટિસ આપી હતી અને પૈસાની માગણી કરી હતી. કોર્ટ આ બધા પુરાવા ધ્યાને લીધા, આ કેસમાં કુલ 22 આરોપી હતા, જે પૈકી 3 આરોપીનાં ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યાં હતાં.


Related Posts

Load more