સાંતલપુર નજીક અકસ્માતમાં 4નાં મોત:વન્ય પ્રાણીને બચાવવા જતાં કાર ખાડામાં ખાબકી

By: nationgujarat
13 Dec, 2023

પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, પાટણના સાંતલપુરમાં ફાંગલીથી ચારણકા રોડ પર થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. જોષી પરિવાર સ્વિફ્ટ કારમાં લગ્નપ્રસંગમાં જઇ રહ્યો હતો ત્યા કારની વચ્ચે જંગલી પ્રાણી આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને બે યુવતીઓનું મોત થયું હતું.કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા કારમાં સવાર ચારેયના મોત થયા હતા. તમામ મૃતદેહને પીએમ અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


Related Posts

Load more