Gujarati News: પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવવધારા બાદ હવે શાકભાજીના રાજા ગણાતી ડુંગળી સામાન્ય માણસની આંખમાં પાણી લાવી રહી છે. ખાંડના ભાવ વધ્યા બાદ હવે છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. માત્ર સાત દિવસ પહેલા જે ડુંગળી 30 થી 40 પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તેના ભાવ વધીને હવે 60 થી 70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. અચાનક આવેલા આ ભાવવધારાને કારણે ગૃહિણીઓની ચિંતામાં ભારે વધારો થયો છે અને સામાન્ય પરિવારનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
ડુંગળી અચાનક મોંઘી થતાં સામાન્ય ગ્રાહકોનું ઘરચલાવ બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું
છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગળીના ભાવમાં સતત વધારો નોંધાયો છે. સાત દિવસ પહેલા જે ડુંગળી પ્રતિ કિલો 30 થી 40 ના ભાવે મળતી હતી, તેના ભાવમાં સીધો 20 નો વધારો થયો છે. હાલ છૂટક બજારમાં એક કિલો ડુંગળીનો ભાવ 60 થી 70 સુધી પહોંચી ગયો છે. થોડા સમય પહેલા સસ્તા ભાવે મળતી ડુંગળી અચાનક મોંઘી થતાં સામાન્ય ગ્રાહકોનું ઘરચલાવ બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને ગૃહિણીઓની ચિંતામાં મોટો વધારો થયો છે.
ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે ઘઉંની નિકાસ પર મુકેલો પ્રતિબંધ પણ હટાવી લીધો
બજારમાં ડુંગળીની વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. પુરવઠો ઝડપથી પહોંચાડવા માટે નાસિકથી દિલ્હી, ચેન્નઈ અને ગુવાહાટી જેવા મુખ્ય શહેરો માટે વિશેષ ‘કાંદા એક્સપ્રેસ’ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, કિંમતોને નિયંત્રિત કરવાના હેતુથી સરકાર પોતાના ૧.૨ લાખ ટનના બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઠાલવશે, જેથી ભાવમાં રાહત મળી શકે. બીજી તરફ, ખેડૂતોના હિતને ધ્યાન માં રાખીને સરકારે ઘઉંની નિકાસ પર મુકેલો પ્રતિબંધ પણ હટાવી લીધો છે.
ડુંગળીના ભાવમાં એકાએક વધારો થયો તેનું શું છે કારણ? ભાવ વધારામાં કોણ કોણ લઈ રહ્યું છે લાભ
મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ અત્યારે લાલ ડુંગળીના 791 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ માં હરાજી થઈ રહી છે જ્યારે એક કિલોના 37 રૂપિયા જેટલો ગણી શકાય પણ માર્કેટિંગ યાર્ડ માંથી બહાર નીકળતા નીકળતા 5 રૂપિયા જેટલો ખર્ચ લાગી જતો હોય છે જ્યારે વેપારી દ્વારા સબ્જી માર્કેટમાં 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચાયેલી છે એનું કારણ શું? હાલ વરસાદ નથી તેથી આગામી ખરીફ ડુંગળીનાં વાવેતરો હજુ સુધી થયેલ નથી. ખરીફ ડુંગળીની આવકો પણ ડીસેમ્બર, જાન્યુઆરીમાં થાય છે. ત્યાં સુધી ચાલે તેટલો અન્ય રાજ્યોમાં પણ સ્ટોક નથી. તેથી આગામી સમયમાં ભાવો વધશે તે ચોક્કસ છે.
ગભરૂભાઈ કામળિયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જણાવી રહ્યા છે કે ડુંગળીની ગત સીઝનમાં લાલ કાંદાની કુલ ૪૫ લાખ તથા સફેદ કાંદાની કુલ ૮૫ લાખ થેલીની આવક થયેલ છે. હાલમાં જે આવક આવે છે. તે મેડામાલની આવે છે. આ વરસે મેડા માલની કવોલીટી ખાસ કરીને સારી ન હતી તેથી મેડા ઓછા ભરાયેલ છે. લાલ કાંદા ૮ લાખ તથા સફેદ કાંદા ૫ લાખ થેલી જેટલો માલ સ્ટોક થયેલ છે. અને તે પણ પ્રતિ મણ ૩૦૦ થી ૪૦૦ નાં ભાવમાં સ્ટોક થયેલ. ગરમી પડવાનાં કારણે માલ બગડી જતા મોટા ભાગનાં મેડા ખાલી થઈ ગયેલ છે. આથી આગામી સમયમાં માલની અછત ઉભી થશે અને ભાવો હજુ પણ ઘણા ઉચકાઈ શકશે.
આરીફ ભાઈ વેપારી ના જણાવ્યા પ્રમાણે બે વર્ષે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે તેમજ હાલમાં અત્યારે ડુંગળીની ભારે સોલ્ટેજ હોવાને કારણે એને લઈને આ ભાવ ઉચકાયો હોય તેવું જણાવી રહ્યા છે કે આપણે ઈરાનથી ડુંગળી આવતી એ હાલ હોર્મોનલમાં યુદ્ધા ના કારણે ડુંગળી નથી આવી શકતી તેની વધારે પડતી તકલીફ પડી રહી છે તેમજ પાક ઓછો હોવાના કારણે તા.24/8/26 નાં રોજ મહુવા યાર્ડમાં લાલ કાંદાની 1720 થેલીની તથા સફેદ કાંદાની 1080 થેલીની આવક થયેલ છે. તેમાં લાલના ભાવ રૂા.100થી 791/- તથા સફેદ નાં ભાવો 200થી 645/- નાં રહેવા પામેલ છે. આ ભાવમાં પણ જે ખેડુતોએ સ્ટોક કરેલ છે. તેમાં ચડેલ ખર્ચાઓ અને માલ ઘટનાં કારણે પડતર કિંમત પણ તેઓને મળી રહી નથી. તે પણ હકિકત છે.