સરકાર વિઘે 8 હજાર આપે તો AAP નેતા મુજરો કરવા જશે’?, ધાનાણીના AAP-ભાજપ પર આકરા પ્રહારો

By: nationgujarat
04 Nov, 2025

અમરેલીના વડીયામાં ખેડૂતોના દેવા માફીની માગ સાથે કોંગ્રેસે ધરણાં કર્યા હતાં. આ કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત પણ જોડાયા હતાં. તેમણે રેલી કાઢીને દેવા માફી માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કપાસ અને મગફળીના નમૂના પણ આપ્યા હતાં. આ રેલી દરમિયાન કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર પ્રહારો કર્યા હતાં.

AAP નેતા ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જશે: પરેશ ધાનાણી
આ ‘આપ’ અને ‘બાપ’ બંને એક જ માની સંતાન છે, એમ ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. બંનેએ કુલડીમાં ગોળ ભાંગ્યો છે. વિસાવદરના ખેડૂતોના ખભે ચૂંટાયેલા નવા સવા નેતાએ જાહેરાત કરી કે દાદાની સરકાર એક હેકટરે 50 હજાર રુપિયા. એટલે કે એક વિઘાના 8 હજાર રુપિયા જાહેર કરશે તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જઇશ. ઇટાલિયાને સવાલ પુછતાં ધાનાણીએ જણાવ્યું કે, મારે ખેડૂતો વતી એમને પુછવું છે કે, ખેડૂતે વિઘે 17 હજાર ખર્ચ કર્યો અને એની સામે માત્ર 8 હજાર રુપિયા મળશે તો તમે દાદાના દરબારમાં મુજરો કરવા જશો? તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મુકી શકશો નહીં.

ઈટાલિયા પર સોદાના આરોપ
ઇટાલિયાને સવાલ પુછતાં ધાનાણીએ જણાવ્યું કે, મારે ખેડૂતો વતી એમને પુછવું છે કે, ખેડૂતે વિઘે 17 હજાર ખર્ચ કર્યો અને એની સામે માત્ર 8 હજાર રુપિયા મળશે તો તમે દાદાના દરબારમાં મુજરો કરવા જશો? તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મુકી શકશો નહીં.

આપ અને ભાજપ બંને ‘એક જ માતાના સંતાનો’
ધાનાણીએ AAP અને BJPને ‘એક જ માતાના સંતાનો’ કહેતાં આરોપ લગાવ્યો કે બંને પાર્ટીઓ ખેતોના મુદ્દે ભેગા મળીને કામ કરે છે. તેમણે કહ્યું, “આપ અને બાપ બન્ને એક જ માની પેદાશ છે, જેઓ ખેતોને બારોબાર ગીરવે મુકવાનું ષડયંત્ર રચે છે.”

ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. અમે કાર્યક્રમ યોજીને ખેડૂતો સાથે વાતચીત કરી તો સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ એક વીઘો ઉત્પાદન માટે 17 હજાર 200ને 35 રુપિયા ખર્ચ કરી ચૂક્યા છે. વીઘે 20 મણ જેટલી માંડવીના ઉતારા પાણીમાં પલળી ગયા છે. ખેડૂતોને વીઘે 50 હજારનું નુકસાન થયું છે.


Related Posts

Load more