સતત બીજા મહિને મોંઘો થયો ગેસ સિલિન્ડર, હવે કેટલી ચૂકવવી પડશે કિંમત?

By: nationgujarat
01 Mar, 2024

LPG price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં બે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 40 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.બીજી તરફ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.
જો કે કોમર્શીય સિલિન્ડરમાં દેશના ચાર મહાનગરોમાં સૌથી વધુ વધારો કોલકાતામાં જોવા મળ્યો છે. ચાલો અમે તમને જણાવીએ કે તમારે માર્ચ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કેટલી ચૂકવણી કરવી પડશે. તેમજ દેશના ચારેય મહાનગરોમાં માર્ચ મહિનામાં અને છેલ્લા બે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો જોવા મળ્યો છે.માર્ચમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
માર્ચના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં 25.5 રૂપિયાનો આ વધારો જોવા મળ્યો છે. જે બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1795 રૂપિયા અને મુંબઈમાં 1749 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 24 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને તેની કિંમત 1911 રૂપિયા થઈ ગઈ. જ્યારે ચેન્નાઈમાં માર્ચ મહિનામાં આ 23.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત 1960.50 રૂપિયા થઈ ગઈ છે.

બે મહિનામાં કેટલો મોંઘો થયો કુકીંગ ગેસ
જો છેલ્લા બે મહિનાની વાત કરીએ તો કોલકાતામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ મુંબઈમાં 40.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આ વધારો 39.5 રૂપિયા થયો છે. જો દક્ષિણ ભારતના સૌથી મોટા મહાનગર ચેન્નાઈની વાત કરીએ તો છેલ્લા બે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓછામાં ઓછો 36 રૂપિયાનો વધારો થયો છે. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ 6 મહિનાથી સ્થિર
બીજી તરફ છેલ્લા 6 મહિનાથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર છે. 30 ઓગસ્ટથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે સમયે કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જે બાદ દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં તે ઘટીને 929 રૂપિયા પર આવી ગયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયા છે. આગામી દિવસોમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થઈ શકે છે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે.


Related Posts