શું વિરાટ કોહલી વન ડે અને ટી-20 ફોર્મેટને અલવીદા કરશે?

By: nationgujarat
29 Nov, 2023

કરોડો ફેન્સની આશા પર ત્યારે પાણી ફરી વળ્યુ જ્યારે એક વખત ફરી એ એકશન રીપ્લે જેવો દિવસ વિશ્વકપની ફાઇનલમાં જોવા મળ્યો …. ટીમ એ જ …. ખિલાડીઓ અલગ…..ટુર્નામેન્ટ પણ એજ…. અને જોગાનુ જોગ મેચ નું પરિણાામ પણ એ જ ….  ફરી એક વખત એ જોશ એ ઉત્સાહ ની હવા નિકળી ગઇ. ખેર હવે ટીમ ઇન્ડિયા નવી ગોળી નવો દાવ રમી રહી છે. હાલ તો ટીમ ઓસ્ટ્રલીયા સામે ઘર આંગણે સુર્યકુમાર યાદવની સુકાનીમાં ટી 20 સીરીઝ રમી રહી છે. આ પછી પણ ભારતીય ટીમનું શેડ્યુલ તૈયાર છે આ સમયે સુત્ર પાસેથી જાણકારી મળી રહી છે કે વિરાટ કોહલી વન ડે અને ટી-20 ફોર્મેટથી દુર રહેવા માંગે છે. સુત્રનું માનીએ તો કોહલીએ ટીમ મેનેજમેન્ટને પત્ર લખીને વ્હાઇટ બોલની ગેમથી દુર રાખવા જણાવ્યું છે. તો બીજી તરફ રોહીત શર્મા પણ કોહલીના રસ્તે જતો દેખાઇ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા સામે 10 ડિસેમ્બરથી શરૂ થતી ટી-20 અને વન ડે મેચમાં કોહલી રમવાનો નથી તેમ ક્રિકેટના વિશ્વનીય સુત્રનું કહેવું છે. જો કે કોહલી વન ડે અને ટી-20 મેચો નહી રમવાનુ મન બનાવ્યું છે પણ ટેસ્ટ મેચમાં તે ટીમ સાથે જોડાશે. આ મેસેજથી એક અર્થ તે પણ થાય કે શું કોહલી ક્રિકેટથી સંન્યાસ લેવાનું મન બનાવી રહ્યો છે. ટુંક સમયેમાં ટીમ ઇન્ડિયાને ટી-20 વિશ્વકપ રમવાનો છે જે યુએઇ અને વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાશે. આ સાથે રોહીત શર્મા પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ટીમ સાથે નહી જોડાય તેવા પણ સમાચાર આવી રહ્યા છે. આ અંગે બીસીસીઆઇ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું . ટુંક સમયમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત થશે અને તેમાં નવા ખિલાડીઓને તક મળશે તે વાત ચોક્કસ છે.

મળતા સમાચાર પ્રમામે વિરાટ કોલહી અને રોહીત શર્મા બંને તેમના પરિવાર સાથે વિદેશ પ્રવાસ છે. બંને દિગ્ગજ ટીમ શું ખરેખર વન ડે અને ટી-20 માંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યા છે કે શું તે પણ ફેન્સને સવાલ થઇ રહ્યો છે તો બીજી તરફ ટીમ ઇન્ડિયાનું મેનેજમેન્ટ નવા ખિલાડીઓને તક આપી એક નવી બ્રિગેડ તૈયાર કરી રહી છે જેથી આવનાર મહત્વની ટુર્નામેન્ટમાં ટીમનું પ્રર્દર્શન સારુ રહે.

શું કહોલી અને રોહીત શર્માએ ક્રિકેટને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે કે શું તે અંગે તમારુ મંતવ્ય કમેન્ટ કરી જણાવશો.


Related Posts