વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા મુખ્યમંત્રી:અમિત શાહે પ્રચારમાં કહ્યું હતું- હું તમને મોટા માણસ બનાવી દઈશ

By: nationgujarat
10 Dec, 2023

છત્તીસગઢના આગામી મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય હશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સત્તાવાર જાહેરાત થવાની હજુબાકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલયમાં ધારાસભ્ય પક્ષની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ નિરીક્ષકો સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર છે.

વિષ્ણુદેવ સાય કુનકુરીના ધારાસભ્ય અને રાજ્યના મોટા આદિવાસી નેતા છે. તેઓ છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેમને જીતાડો, હું તેમને મોટા માણસ બનાવીશ.

આ પહેલા નિરીક્ષકોએ રમણ સિંહ અને સંગઠન મહાસચિવ પવન સાય સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ નિરીક્ષકો અર્જુન મુંડા, દુષ્યંત કુમાર ગૌતમ અને સર્બાનંદ સોનોવાલ ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી


Related Posts

Load more