વિશ્વકપમાં ભારતની મેચમાં એક પણ વખત ધોની મેચ જોવા ન આવ્યો

By: nationgujarat
17 Nov, 2023

વિશ્વકપ ની હવે ફાઇનલ મેચ જ બાકી છે અને તે પણ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત સેમિફાઇનલ સુધી વિજય બનીને ફાઇનલમાં પહોંચી છે હવે ફાઇનલ ભારત અને ઓસ્ટ્રલીયા વચ્ચે રમાશે. ભારતની મેચ સમયે ઘણા પુર્વ ક્રિકેટર પણ મેચ જોવા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મહેન્દ્રસિંહ ધોની ગેરહાજરી જોવા મળી . ધોની સેમિફાઇનલ મેચમાં ઉપસ્થિત નોહતો રહ્યો. સેમિફાઇનલ ન્યુઝિલેન્ડ સામે હતી એ જ સમય હતો કે ન્યુઝિલેન્ડ 2019ની સેમિફાઇનલમાં હરાવ્યું હતું ધોની ટીમનો ઉત્સાહ વઘારવા ઉપસ્થિત રહેશે તેવી આશા હતી પણ ધોની હાજર ન રહ્યો  જો કે ધોની તેના પરિવાર સાથે અન્ય પ્રવાસે હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ભારતની મેચ વખતે ઘણા પુર્વ ક્રિકેટર ઉપસ્થિત રહેતા હોય છે અને ટીમનો ઉત્સાહ વઘારતા હોય છે હવે જોવાનું એ છે કે ફાઇનલમાં ધોની ટીમનો ઉત્સાહ વધારવા અમદાવાદ આવશે કે કેમ.


Related Posts