વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

By: nationgujarat
13 Nov, 2023

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ જયશંકરે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

સુનકે વિરાટનું બેટ લીધું
એસ જયશંકરની મુલાકાત બાદ ખબર પડી કે બ્રિટિશ પીએમ ઋષિ સુનક પણ ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના ફેન છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે વિરાટ કોહલીનું બેટ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું, જેના પર ક્રિકેટરની સહી પણ હતી.


Related Posts

Load more