વિટામીન B-12 ની ઉણપથી ચહેરો નિસ્તેજ લાગે છે

By: nationgujarat
09 Jan, 2024

આજકાલ યુવાનોમાં વિટામીનની ઉણપ જણાતી હોય છે. ખાસ કરીને આજકાલ વિટામીન બી-12 ની ઉણપ વધુ જોવા મળતી હોય છે. વિટામીન બી-12 એ કોબાલામિન તરીકે પણ ઓળખાય છે. વિટામીન બી-12 એક મહત્વપુર્ણ વિટામીન છે જે શરીરના યોગ્ય વિકાસ અને સ્વસ્થ્ય રાખવામાં મહત્વનો ફાળો ભજવે છે. બી-12 રકત કોશિકાઓની રચના,ન્યુરોજીકલ કાર્ય, ડિએનએની રચના અને રક્ષણમાં મદદ કરે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ જણાવી રાખે છે વિટામીન બી-12 તેમજ વિવિધ ચેપ અને રોગ સામે લડવામાં કારગાર સાબિત થાય છે.

બી-12 જ નહી પરંતુ કોઇ પણ વિટામીન ની ઉણપ શરીરમાં હોય તો તે હાનિકારક સાબિત થાય છે. વિટામીન બી-12 ની ઉણથ યાદ શક્તિ ઘટી જવી, હાીથમા જંજરી થવી, થાક લાગવો તેમજ ચહેરો પણ નિસ્તેજ લાગે છે.

કેવી રીતે જાણી શકાય વિટામીન બી-12ની ઉણપ

તમારા ડોકટર વિટામીન બી-12ની ઉણપ છે કે નહી તે ચકાસવા રિપોર્ટ કરવાની સલાહ આપશે. જયારે લોહીમાં વિટામીન બી-12નું પ્રમાણ 150 પ્રતિએમએલથી ઓછુ હોય ત્યારે વિટામીન બી-12ની ઉણપ જોવા મળે છે. આ પરિક્ષણ સીબીસી અને વિટામીન બી-12 પરીક્ષણ લેવલ તરીકે ઓળખાય છે.

હોઠ પીળા દેખાય

શરીરમાં આર્યનનું ઓછુ પ્રમાણ આરબીસીની માત્રમાં ઘટાડો થવાનું કારણ બને છે.  જેના કારણે શરીરમાં ઓક્સિજન વહન કરવું મુશ્કેલ બને છે તેથી હોઠ અને ત્વચા પીળા રંગની લાગે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

ચહેરો પીળો લાગે

વિટામીન બી-12ની ઉણપ ત્વચાને પીળી કરી શકે છે. ત્વચાના રંગમાં ફેરફાર ત્યારે થાય છે તે જ્યારે વ્યકિતનું શરિર પૂરતા પ્રમાણમાં આરબીસી બનાવવામાં સક્ષમ ન હોય. વિટામીન બી-12 લાલ રકતકણોના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેની ઉણપ આરબીસીની ઉણપ અન મેગાલોબ્સાસ્ટિક એનિમિયા તરફ દોરી શકે છે જે કમળા સાથે સંકળાયેલ છે.

સ્કીન માટે કેમ જરૂરી છે વિટામીન બી-12

દરેક વિટામીન ત્વચા માટે જરૂરી છે. ત્વચાને અંદરથી હાઇટ્રેટ કરે છે. જો ઉણપ હોય તો ત્વચા સંવેદનશિલ હોય તો ચહેરા પર સોજો આવી શકે છે. બી-12 તંદુરસ્ત કોષોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. ત્વચામાં કરચલી જલ્દી ન પડે.

 


Related Posts

Load more