વાવ થરાદમાં મહાસંમેલન બાદ દીકરી પાછી લેવા જતા તોડફોડ, 200થી વધુ પોલીસ જવાનો ખડકાયા

By: Nation Gujarat Team
18 Mar, 2026

Gujarati Singer Kinjal Rabari Love Marriage Controversy : રુની ગામની ચૌધરી સમાજની રુની ગામની દીકરી કંકુ ચૌધરી બે વર્ષ પહેલા રબારી સમાજના ઉણ ગામમાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કરીને પરણી હતી. ત્યારે તેને પરત લાવવા માટે આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં 64 ગોળ આંજણા કેળવણી મંડળે દીકરીને પરત લાવવાની જવાબદારી લીધી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતું સંમેલન બાદ ટોળાએ ધીંગાણું કર્યું હતું. ઉણ ગામમાં ધાડેધાડા ઉતરી પડ્યા હતા, અને તોડફોડ કરી છે.

દિકરીને પાછી લાવવા મહાસભા
વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂણી ગામમાં ચૌધરી સમાજની જંગી સભા સમાજની દીકરી કંકુને પરત લાવવાના મુદ્દે મહાસંમેલન યોજાયું મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો એકત્રિત થતા સમગ્ર પંથકમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયા બાદ સ્થાનિક આગેવાને પાંચ દિવસમાં દીકરીને પાછી લાવવાની ખાતરી આપી હતી.

ઓગડના ઉણ ગામમાં ટોળાએ કરી તોડફોડ…
ઓગડના ઉણ ગામમાં ટોળાએ ગામમાં પ્રવેશ કરી તોડફોડ મચાવી હતી. ટોળાએ ઉણ ગામમાં ગાડીઓની પણ તોડફોડ કરી હતી. ઉણ ગામમાં ભારે હોબાળો થતાં થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે માહોલ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કંકુ ચૌધરીના પ્રેમલગ્નનો મામલો ઉગ્ર બન્યો
રૂણી ગામે ચૌધરી સમાજ દ્વારા યોજાયેલા મહાસંમેલનમાં કંકુ ચૌધરીને પરત લાવવાની એકમતથી માંગ ઉઠી હતી. કંકુએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ મામલો ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું જેમા અગાઉ રબારી સમાજની દીકરીને પરત સોંપ્યા બાદ હવે પોતાની દીકરી પરત આપવાની માંગ સાથે સમાજ એકજુટ થયો હતો.

સભામાં ઉગ્ર હુંકાર સાથે સમાજના આગેવાનોએ સંદેશ આપ્યો, આ મુદ્દે હવે કોઈ સમજૂતી નહીં થાય આ મામલો સમાજના સન્માન સાથે જોડાયેલો હોવાનું કહી કડક વલણ અપનાવાયું.

પાંચ દિવસમાં દીકરી પરત આવે….
બીજી તરફ કંકુ ચૌધરીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા નવા વળાંક આવ્યો છે, જેમાં પરિવારમાં વિખવાદ ન થાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ વચ્ચે 64 ગોળ સમાજના પ્રમુખે ખુલ્લેઆમ પાંચ દિવસમાં દીકરીને પરત લાવવાની જવાબદારી લીધી છે… જેને લઈને હવે સમગ્ર પંથકની નજર આગામી દિવસો પર ટકેલી છે.


Related Posts

Load more