વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ શકે છે

By: nationgujarat
11 Jan, 2024

ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ શકે છે. તાજેતરમાં જ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. એવુ માનવામાં આવે છે કે, ઉતરાયણ બાદ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું.

વડોદરા શહેર-જિલ્લાની 10 વિધાનસભાની બેઠકોમાં વાઘોડિયા વિધાન સભા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઇ આવ્યા હતા. તેઓ નવા નિયમોનુસાર ભાજપામાં ધારાસભ્ય તરીકે જઇ શકે તેમ નથી. આથી તેઓ ગમે ઘડીએ વાઘોડિયા બેઠક ઉપરથી રાજીનામાની જાહેરાત કરી શકે એવું જાણવા મળ્યું છે. અલબત્ત તેઓ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા બાદ ભાજપની ટિકિટ ઉપર પુનઃ વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણી લડવાનો તખ્તો ગોઠવી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.


Related Posts