વડોદરા – હરણીકાંડના પીડિત પરિવારે કરી પ્રેસકોન્ફરન્સ, ગઇકાલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત

By: nationgujarat
03 May, 2025

ગઇકાલે પહેલી વખત મ્રુદુ અને મક્કમ તેમજ સંવેદનશીલ ગણાતી સરકાર એટલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને હરણીકાંડના પીડિત પરિવારે રજૂઆત કરી હતી.વડોદરા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તેમની ચાલતી સ્પીચ વચ્ચે જ બે મહિલાએ રજૂઆત કરી હતી ત્યાર પછી  મુખ્યમંત્રીએ ગુસ્સે થઇને કહ્યુ હતુ કે બેન તમે કોઇ ચોક્કસ એજેન્ડા સાથે આવ્યા છો  બેસી જાવ અત્યારે પછી મળજો મને તેમ કહ્યુ હતું અને ત્યાર પછી પોલીસે બે પીડિત મહિલાની પુછપરછ કરી હતી. આજે પિડિત પરિવારે પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર માહિતી આપી હતી.

વડોદરા ખાતે પ્રેસ કરી પીડિત પરિવાર જણાવ્યુ કે અમે કોઇના ઇશારે કાર્યક્રમમાં નથી ગયા પરંતુ અમાને દોઢ વર્ષથી ન્યાય નથી મળ્યો કોઇ જવાબ આપતુ નથી એટલા માટે અમે કાર્યક્રમમા જવાનુ નક્કી કર્યૂુ હતું  અમને એમ હતુ કે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું તો અમને ન્યાય મળશે. અમે સવાલ કર્યો ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તાળીઓ વગાળી પણ બોલ્યુ નહી ગરિબ અને પીડિતોને ન્યાય માટે બોલવુ ખોટુ છું. અમારો કોઇ એવો એજેન્ડો ન હતો પણ અમે મુખ્યમંત્રી પાસે આશા રાખીને આવ્યા હતા.

સવાલ કર્યા પછી પોલીસે અમારુ મો બંધ કરી દેતા હતા પરંતુ જે લોકો ગુન્હીત કામ કરે છે તેમના પર કાર્યવાહી નથી કરતા. બે વર્ષમા અમે ઘણીવાર ગાંઘીનગર મુખ્યમંત્રી ને મળવા ગયા હતા પરંતુ અમને મળવા દેતા જ ન હોવાનો આરોપ લગાવ્યો હતો. 17 મહિના થવા છતા અમને કોમ્પોજેશન મળ્યુ નથી. મુખ્યમંત્રીએ અમને દસ મીનીટ મળ્યા હતા અમે સવાલને કર્યો હતો કે હજુ કોઇ આરોપીને સજા મળી નથી કમિટી બેસાડો ને અમને ન્યાય આપો. શાળા સંચાલકો પર કોઇ એકશન લેવામાં આવી નથી તે અંગે પણ સવાલ કર્યો હતો, ગઇકાલે પોલીસે અમારી સાથે ખરાબ વર્તન કર્યુ હતું અમે અમારા બાળકો ગુમાવ્યા છે કોઇ ગુન્હો નથી કર્યો તેમ છતા અમારી સાથે 4 કલાક પુછપરછ કરીને હેરાન કર્યા હતા. સરકારના ભ્રષ્ટાચારના કારણે અમારા બાળકોના જીવ ગયા હોવાનો આરોપ લગાવ્યા.

આમ હવે સવાલ એ છે કે હરણીકાંડમાં પીડિત પરિવારને ન્યાય મળશે કે આ બધુ પણ લોકો ભૂલી જશે અને ફરી કોઇ ઘટના બને તેની રાહ જોવાશે.


Related Posts

Load more