વડોદરામાં પણીપુરીના વેચાણ પર પ્રતિબંધ પાછો લીધો

By: nationgujarat
18 Jul, 2023

વડોદરામાં પાણી પુરી લારીઓમાં વહેચાશે નહી તેવો નિર્ણય પાલિકાએ લીધો જો કે તરત જ નિર્ણય ફેરવી દીધો અને જે જગ્યાએ સ્વચ્છતા નહી હોય તે જગ્યાએ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું. . પહેલા શહેરમાં 3 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો  હતો. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો હતો.વડોદરામાં પાણીપુરીના વિક્રેતાને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તેમાં પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જોવા મળી છે. અને 25 કિલોથી વધુ સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ 3 કિલોથી વધુ અખાદ્ય ચણાનો નાશ કરાયો છે. આરોગ્ય અમલદાર મુકેશ વૈધનો આ નિર્ણય છે. જેમાં આગામી 3 દિવસ શહેરમાં પાણીપુરી વેચવા દેવામાં આવશે નહિ.રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે. તેમજ રોગચાળો કાબુમાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. સતત બે દિવસથી 4 ટીમો કામગીરી કરી રહી છે. તેમજ હવે પાણીપુરી વેચનારાઓને હાઇજિનની ટ્રેનિંગ આપવામાં આવશે.


Related Posts