લોકસભાની ચૂંટણી પહેલા હજુ પણ વિપક્ષની વિકેટો પડશેઃ વજુભાઈ વાળાનો દાવો

By: nationgujarat
23 Jan, 2024

લોકસભાની ચૂંટણી પહેલા હજુ પણ વિપક્ષની વિકેટો પડશે. આ મોટો દાવો ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યો છે. રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તા સાચું બળ ગણાવી વજુભાઈ વાળાએ કહ્યું કે ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા અને હજુ પણ વિપક્ષના ધારાસભ્યો રાજીનામા આપવાના છે. કોંગ્રેસના મૂળિયાં ઉખેડી દેવા વજુભાઈએ કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, આ અંતર્ગત હવે ગુજરાત બીજેપીએ કમર કસવાનું શરૂ કર્યુ છે, આજથી ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરાઇ છે, આજથી તમામ 26 લોકસભા ચૂંટણી માટેના કાર્યલયોનું ઉદઘાટન કરવામાં આવશે. આ અંતર્ગત અહીં જાણો કઇ લોકસભા બેઠકની જવાબદારી કોને સોંપવામાં આવી છે…..

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે અમદાવાદ પહોંચ્યા છે, આ પહેલા અમદાવાદ એયરપોર્ટ પર જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેઓ આજે લોકસભાની તમામ 26 બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરશે. ઉદઘાટનને લઇને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ  જોવા મળી રહ્યો છે.

ખાસ વાત છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટો સંકલ્પ આપ્યો છે. ગુજરાતમાં તમામ કાર્યાલયોના ઉદઘાટનમાં મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના મંત્રી, પ્રદેશ ભાજપના નેતાઓને આ તમામ જવાબદારી સોંપાઇ છે. સાંસદો, પૂર્વ સાંસદો, MLA પણ કાર્યાલય પર હાજર રહેશે.


Related Posts

Load more