રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીને,નીતા અંબાણીએ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું

By: nationgujarat
28 Aug, 2023

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઈ હતી. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી દીધું છે જે બોર્ડે સ્વીકારી લીધું છે. સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે.

મુકેશ અંબાણીએ સામાન્ય સભાને સંબોધતાં તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે ન હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-3ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઈશા-આકાશ અને અનંત અંબાણી બોર્ડમાં
રિલાયન્સ AGM 2023ને સંબોધતા મુકેશ અંબાણીએ ગ્રુપના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારોની પણ જાહેરાત કરી હતી. રિલાયન્સે રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે. આ નિમણૂક શેરધારકોની મંજૂરીથી જ અસરકારક બનશે. આ સિવાય નીતા અંબાણી બોર્ડથી અલગ હશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની 46મી એન્યુઅલ જનરલ મીટિંગ એટલે કે AGMને હોસ્ટ કરી રહ્યા છે. અંબાણીએ 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર રિલાયન્સ ‘જિયો એર ફાઇબર ‘ લોન્ચ કરશે. એટલે કે વાયર વગર ફાસ્ટ બ્રોડબેન્ડ મળશે.

જિયો એર ફાઇબર એક દિવસમાં 150,000 કનેક્શન પ્રોવાઈડ કરી શકે છે. તે ફિઝિકલ ફાઇબરના માધ્યમથી બ્રોડબેન્ડ કનેક્શન આપવાની સરખામણીએ દસ ગણું વધારે છે.

ગયા વર્ષે 2.6 લાખ નોકરીઓનું સર્જન કર્યું હતું
મુકેશ અંબાણીએ કહ્યું કે ગયા વર્ષે અમારી તમામ કંપનીઓએ 2.6 લાખ નોકરીઓનું સર્જન કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. અમારા ઓન-રોલ કર્મચારીઓની કુલ સંખ્યા લગભગ 3.9 લાખ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અંબાણી આ મીટિંગમાં તાજેતરમાં લિસ્ટેડ કંપની જિયો ફાયનાન્સિયલ સર્વિસને લગતી મોટી જાહેરાતો કરી શકે છે.

આ સિવાય રિટેલ અને ટેલિકોમ બિઝનેસના IPOની તારીખ પણ જાહેર થઈ શકે છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. 4 વર્ષ પહેલા 2019 AGM દરમિયાન, રિલાયન્સે કહ્યું હતું કે તે આગામી 5 વર્ષમાં તેના ટેલિકોમ અને રિટેલ બિઝનેસને લિસ્ટ કરશે.

ટોપ 10 મોસ્ટ વિઝિટેડ રિટેલર્સમાં રિલાયન્સ રિટેલ સામેલ
રિલાયન્સ રિટેલ હવે વિશ્વના ટોપ 10 સૌથી વધુ વિઝિટેડ રિટેલર્સમાંથી એક છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલ અમારો સૌથી ઝડપથી વિકસતો બિઝનેસ હશે. રિલાયન્સ રિટેલે ગયા વર્ષે રૂ. 2,60,364 કરોડની રેવન્યુ નોંધાવી હતી. તેનો નેટ પ્રોફિટ 9181 કરોડ રહ્યો હતો.

એક લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક
મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું છે. જિયો 5Gનું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.

ગ્રાહક અને વેપારી ધિરાણ બિઝનેસ પ્લાન
Jio ફાયનાન્સિયલ ગ્રાહક અને વેપારી ધિરાણ બિઝનેસ શરૂ કરવાની યોજના ધરાવે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસ જાયન્ટ મેક્વેરીએ ગયા વર્ષે તેના રિપોર્ટમાં રિલાયન્સના ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસને માર્કેટ ગ્રોથના સંદર્ભમાં Paytm અને અન્ય ફિનટેક કંપનીઓ માટે મોટું જોખમ ગણાવ્યું હતું.

5G પેક રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે
રિલાયન્સ જિયોએ ગયા વર્ષે દિવાળી પર 5G રોલઆઉટ કર્યું હતું, પરંતુ અત્યાર સુધી તેના રિચાર્જ પ્લાનની જાહેરાત કરી નથી. હાલમાં, ‘Jio વેલકમ ઑફર’ હેઠળ, 5G સેવાઓ 4G જેટલી જ કિંમતે આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, AGMમાં 5G પેક રજૂ કરવાની સંભાવના છે.

નવી ઉર્જા વ્યવસાય સંબંધિત સંભવિત જાહેરાત
રિલાયન્સે 3 વર્ષમાં નવા એનર્જી બિઝનેસમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવા અને 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો બનવા માટે કમિટમેન્ટ કર્યું છે. તેથી, તે ન્યુ એનર્જી સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સની કમિશનિંગ ટાઈમલાઈન અને તેનાથી થનારી અંદાજિત કમાણી જાહેર કરી શકે છે.

બેઠક પહેલા રિલાયન્સના શેરમાં ફ્લેટ ટ્રેડિંગ
મિટિંગ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં વધુ હલચલ જોવા મળી નથી. 2,470 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે તે રૂ. 2,468 પર બંધ થયો હતો. તેમજ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનો હિસ્સો લગભગ 2% વધ્યો છે. તે રૂ.219ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

તમે Jioની વેબસાઈટ પર ઈવેન્ટને લાઈવ જોઈ શકો છો
કાર્યક્રમ બપોરે 2 વાગ્યે શરૂ થયો. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હોસ્ટ કરશે. તેને jio.com વેબસાઈટ પર લાઈવ કરવામાં આવશે. એજીએમમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના નવા રોકાણો અને તેની ભાવિ યોજનાઓની જાહેરાત કરે છે.

પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સનો નેટ પ્રોફિટ ₹16,011 કરોડ હતો
રિલાયન્સે 21 જુલાઈના રોજ Q1 FY24 એટલે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 16,011 કરોડ રહ્યો હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 17,955 કરોડ હતો. એટલે કે કંપનીના નફામાં 11%નો ઘટાડો થયો છે.

કંપનીનો નેટ પ્રોફિટ અગાઉના ક્વાર્ટરમાં એટલે કે Q4FY23માં રૂ. 19,299 કરોડ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ તેના રોકાણકારો માટે શેર દીઠ રૂ. 9ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

5G સેવાઓ શરૂ કરવા સંબંધિત જાહેરાત 45મી AGMમાં ​​કરવામાં આવી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે તેની 45મી AGMમાં ​​ઘણી મહત્વની જાહેરાત કરી હતી. 5G સેવાઓ શરૂ કરવા સંબંધિત યોજનાઓ જણાવવામાં આવી હતી. એર-ફાઇબર સેવા શરૂ કરવા માટે મેટા અને ગૂગલ સાથેની ભાગીદારીની પણ જાહેરાત કરવામાં આવી હતી.


Related Posts