રાજ ઠાકરેને ભાજપે આપ્યું સમર્થન પણ એકનાથ શિંદે વધારશે ટેન્શન, લીધો મોટો નિર્ણય

By: nationgujarat
02 Nov, 2024

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે માહિમ બેઠક ખૂબ ચર્ચામાં છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો આ બાજુ ભાજપ આ બેઠક પર અમિત ઠાકરેને સમર્થન આપવાની વાત કરી રહી છે. બીજી તરફ શિવસેના શિંદેએ પણ આ બેઠક પર પોતાના ઉમેદવારને ઉતાર્યો છે.
SUBSCRIBE NATIONGUJARAT IN YOUTUBE –


<

આ દરમિયાન સીએમ એકનાથ શિંદેની પ્રતિક્રિયા આવી છે, શું તેમણે માહિમ બેઠક પરથી ઉમેદવારને હટાવવાનો સંકેત આપ્યો નથી? તેમણે કહ્યું કે, “રાજ ઠાકરે લોકસભા ચૂંટણીમાં અમારી સાથે હતા. પરંતુ જ્યારે વિધાનસભા ચૂંટણીને લઈને મારી તેમની સાથે વાત થઈ કે તેમની (ઠાકરેની) રણનીતિ શું છે, તો તેમણે કહ્યું કે, પહેલા શિવસેના, ભાજપ અને એનસીપીને નક્કી કરવા દો. તેઓએ પોતાના ઉમેદવારોને સીધા મેદાનમાં ઉતાર્યા. અમારે ત્યાં ધારાસભ્ય પણ છે. મેં તેમની સાથે વાત કરી લીધી છે. ચૂંટણી લડતી વખતે કાર્યકરોનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે કાર્યકરોનું મનોબળ તૂટવા ન દઈએ.”સીએમ શિંદેએ કહ્યું કે આજે અમારી પાસે ચોક્કસપણે શિવસેના, ભાજપ અને એનસીપી અજિત પવારનું ગઠબંધન છે. અમે એક જ ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છીએ. આરપીઆઈના આઠવલે અને જન સૂરજ પણ અમારી સાથે છે. અમે ચૂંટણી લડીશું અને બહુમતીથી જીતીશું.સીએમ એકનાથ શિંદેનું નિવેદન ભાજપ સામે બળવાના સંકેત આપી રહ્યું છે. કારણ કે તેઓ માહિમ બેઠક પરથી તેમના ઉમેદવારને હટાવવાના નથી.


Related Posts