રાજસ્થાનને તેના નવા સીએમ મળ્યા છે. ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા સીએમ

By: nationgujarat
12 Dec, 2023

રાજસ્થાનને તેના નવા સીએમ મળ્યા છે. રાજસ્થાનના સીએમ પદ માટે ભાજપે ભજનલાલ શર્માનું નામ ફાઈનલ કર્યું છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે અને બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. નવાઈની વાત એ છે કે ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય તરીકે આવ્યા છે. પ્રથમ વખત ધારાસભ્ય બનતાની સાથે જ તેમને રાજ્યમાં સીએમ પદની જવાબદારી મળવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.


Related Posts

Load more