રાજકોટ સબ રજીસ્ટ્રાર ઓફિસમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ!

By: nationgujarat
11 Dec, 2024

Rajkot News : રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે આશંકાને આધારે રજીસ્ટ્રાર કચેરીએ પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરી છે. જેને લઈ ખાનગી ફ્લેટના 9માં માળે આવેલા ફ્લેટમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે એવું પણ સામે આવ્યું છે કે, આ ખાનગી ફ્લેટના 9માં મળે કરવામાં આવેલ તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે. આ તરફ હવે રજીસ્ટ્રાર કચેરીના કરાર આધારીત કર્મચારીની સંડોવણીની પણ આશંકા છે.રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની ચર્ચાઓ વચ્ચે પોલીસ તપાસ તેજ બની છે. વિગતો મુજબ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકાને લઈ કચેરી દ્વારા રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.આ તરફ સમગ્ર આશંકાને ગંભીરતાને જોતાં પોલીસ પણ એક્શનમાં આવી અને ખાનગી ફલેટના 9 માળે આવેલ રહેણાક ફ્લેટમાં તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ તપાસ દરમિયાન અનેક દસ્તાવેજ મળ્યા હોવાની વિગત સામે આવી છે. આ સાથે શંકાસ્પદ દસ્તાવેજને લઇ બંધ બારણે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.


Related Posts

Load more