રાજકોટનો અજબ કિસ્સો- મૃતક પત્ની શરીરમાં આવે છે કહી ધુણવતો પતી

By: nationgujarat
04 Aug, 2023

આપણને માનવામાં આવે નહી તેવા અજીબ કિસ્સાઓ આજકાલ સાંભળવા મળે છે તેમા એક ઉમેરો થતો કિસ્સો રાજકોટ થી સામે આવ્યો છે. રાજકોટમાં યુવકની પહેલી મૃત પત્ની તેના શરીરમાં આવે છે કહી ધૂણતો અને બીજી પત્તનીને  સાથે મારજૂટ કરતો હતો. પતિની આવી હરકતથી ત્રાસી ગેયલી બીજી પત્નીએ આત્મહત્યા કરી છે. મળતા સમાચાર પ્રમાણે આરોપી પહેલી પત્ની શરીરમાં આવે છે અને બીજી પત્ની સાથે મારજૂટ કરવાનું નાટક કરતો. આરોપી મૃતક પત્નીના ફોટ આગળ ધૂપ દિવા કરતો અને ધૂણતો હતો. આ સમગ્ર ઘટનામાં મૃતક મહિલાના પિતાએ ફરિયાદ નોંઘાવી છે. આ સમગ્ર ઘટના રાજકોટ શહેરના કોઠારિયા રોડની છે. આત્મહત્યા કરનાર મહિલાએ તેના પિતા સમક્ષ ફરિયાદ કરી હતી કે પતિનો આવો ત્રાસ સહન થતો નથી કાતો તે મને મારી નાખશે કાતો હુ આત્મહત્યા કરી નાખીશ. સસરાએ જમાઇ સામે દિકરીને આત્મહત્યા કરવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.


Related Posts