મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું

By: nationgujarat
31 Aug, 2023

કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. આ વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે જેમાં પાંચ બેઠકો થશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ વિશેષ સત્ર અચાનક બોલાવવામાં આવ્યું છે. જે બાદ ચર્ચા શરૂ થઈ છે કે પાંચ દિવસ સુધી ચાલનારી સંસદની કાર્યવાહીમાં સરકાર શું કરવા જઈ રહી છે? સરકાર દ્વારા કોઈ બિલ રજૂ કરવામાં આવશે કે પછી મામલો કંઈક અન્ય છે? જો કે આ સત્ર દરમિયાન આ ચાર મુદ્દાઓ પર ગૃહમાં હોબાળો થઈ શકે છે 1. ચીનનો નવો નકશો 2. મણિપુર હિંસા 3. અદાણી-હિંડનબર્ગ 4. મોંઘવારીતમને જણાવી દઈએ કે ચોમાસુ સત્ર દરમિયાન મણિપુર હિંસા મુદ્દે ભારે હોબાળો થયો હતો. વિપક્ષ ઇચ્છે છે કે બંને ગૃહોમાં આ મુદ્દા પર વ્યાપક ચર્ચા થાય. વિપક્ષ દ્વારા સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવામાં આવી હતી. રાહુલ ગાંધી, મનોજ ઝા સહિત અનેક નેતાઓએ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ આખરે વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો. વિપક્ષની દરખાસ્ત પાછળથી પડી. આ ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું, જેમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પણ પસાર કરવામાં આવ્યા હતા.


Related Posts