મોદીને ગ્રીસનું બીજું સૌથી મોટું સન્માન મળ્યું

By: nationgujarat
25 Aug, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસની મુલાકાતે છે. અહીં રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીને ગ્રીસનું બીજું સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’ થી સન્માન કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું- હું આ સન્માન માટે ગ્રીસના રાષ્ટ્રપતિ, ગ્રીસની સરકાર અને લોકોનો આભાર માનું છું. આ ગ્રીસના લોકોનો ભારત પ્રત્યેનું સન્માન દર્શાવે છે. આ પછી ભારત અને ગ્રીસ વચ્ચે ડેલિગેશન સ્તરની વાતચીત શરૂ થઈ હતી.

આ પછી, સંયુક્ત નિવેદનમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું- અમે એકબીજાને જૂના મિત્રોની જેમ સમજીએ છીએ. અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું. PMએ ગ્રીસમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોને મળ્યા હતા. મોદીએ કહ્યું- ચંદ્રયાનની સફળતા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે. તેનાથી તમામ વૈજ્ઞાનિકો અને માનવતાને મદદ મળશે. એથેન્સમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેમણે ‘ટોમ્બ ઓફ અનનોન સોલ્જર’ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અગાઉ એથેન્સમાં એરપોર્ટની બહાર ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.

PM મોદીના સંબોધનની મોટી વાતો

  • ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર અમારી વચ્ચે તાલમેળ છે. પછી ભલે તે ઈન્ડો-પેસિફિક હોય કે ભૂમધ્ય સમુદ્ર.
  • 40 વર્ષના લાંબા સમય બાદ ભારતીય વડાપ્રધાન ગ્રીસ આવવાનું થયું છે. આમ છતાં અમારા ગાઢ સંબંધો ઘટ્યા નથી.
  • અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરીશું. અમે સંરક્ષણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સંમત થયા છીએ. આતંકવાદના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
  • અમે નક્કી કર્યું છે કે અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે વાતચીત માટે એક પ્લેટફોર્મ હોવું જોઈએ. અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું.
  • કૃષિ ક્ષેત્રે સહકાર માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લોકો વચ્ચેના સંબંધોને વધારવા માટે કામ કરવું જોઈએ. અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
  • ચંદ્રયાનની સફળતા માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે. આ તમામ વૈજ્ઞાનિકોને મદદ કરશે.
  • મને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું. મેં 140 કરોડ ભારતીયો વતી આ સન્માન સ્વીકાર્યું છે.

Related Posts

Load more