મોંઘવારીનો રાઉન્ડ ટુ : બિસ્કિટથી લઈને સાબુ સુધી દરેક વસ્તુ મોંઘી થશે

By: Nation Gujarat Team
10 Aug, 2026

Inflation News : વૈશ્વિક ભૌગોલિક તણાવ અને તેના કારણે કાચા માલના ઊંચા ભાવને કારણે દેશની એફએમસીજી કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફરી એકવાર ભાવ વધારવાની તૈયારીઓ કરી રહી છે. કંપનીઓના માર્જિન પર વધતા ખર્ચના દબાણ છે પરંતુ, મજબૂત માંગની આશા સાથે કંપનીઓ ભાવવધારો કરી રહી છે.

એફએમસીજી સેક્ટરે એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન એવરેજ 2 થી 5 ટકા સુધી ભાવવધારો કર્યો હતો. હવે, કંપનીઓ વધુ એક રાઉન્ડમાં સીધો ભાવવધારો કરવાની જગ્યાએ શ્રીન્કફ્લેશનનો સહારો લઈ શકે છે એટલે કે, પેકેટની કિંમત સમાન રાખીને તેમાં રહેલી વસ્તુનું પ્રમાણ ઘટાડશે. રૂ. 5 અને રૂ. 10 ના બિસ્કિટ પેકમાં ક્વોન્ટીટી ઘટાડીને કિંમત અગાઉ જેવી રાખવામાં આવશે.

આ ભાવવધારાની અસર ગ્રાહકોના ઘરખર્ચ પર પડી શકે છે. બિસ્કિટ, સાબુ, પર્સનલ કેર, પેકેજ્ડ ફૂડ અને અન્ય રોજિંદી વપરાશની કેટલીક વસ્તુઓમાં ક્યાંક સીધો ભાવવધારો જોવા મળી શકે છે. કંપનીઓની નજર ક્રૂડ ઓઈલના ભાવ, ચોમાસા અને અલ નીનોની સંભાવનાઓ પર પણ છે. બીજી તરફ, પ્રીમિયમ પ્રોડ્ક્ટસની વધતી માંગને કારણે ભાવ વધારો કરવા તરફ આગળ વધી રહી છે.


Related Posts

Load more